Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

સાઉદી અરેબિયા સરકારનો નવો આદેશ : ભારત સહીત રેડ લીસ્ટમાં મુકાયેલા દેશોની મુલાકાત લેશો તો ભારે દંડ ચૂકવવો પડશે : 3 વર્ષ માટે વિદેશ યાત્રા ઉપર પ્રતિબંધ મૂકી દેવાશે : કોવિદ -19 ના નવા વેરિએન્ટ સામે તકેદારીનો હેતુ

સાઉદી અરેબિયા : સાઉદી અરેબિયા સરકારે  નવો આદેશ જાહેર કર્યો છે. જે મુજબ કોવિદ -19 ના નવા વેરિએન્ટ સામે તકેદારીના હેતુ માટે ભારત સહીત રેડ લીસ્ટમાં મુકાયેલા દેશોની મુલાકાત ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

સાથોસાથ જણાવાયું છે કે સરકારના નિયમનો ભંગ કરનારે પરત આવ્યા પછી ભારે દંડ ચૂકવવો પડશે તેમજ તેની વિદેશ યાત્રા ઉપર પણ 3 વર્ષ માટે પ્રતિબંધ મૂકી દેવાશે.

ઉલ્લેખનીય છે કે રેડ લિસ્ટમાં મકી દેવાયેલા દેશોમાં ભારત ઉપરાંત બ્રાઝીલ ,અફઘાનિસ્તાન ,આર્જેન્ટિના ,મીસ્ત્ર ,ઇન્ડોનેશિયા ,લેબનાન ,પાકિસ્તાન ,સાઉથ આફ્રિકા સહીતના દેશોનો સમાવેશ થાય છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે

(12:49 pm IST)