Gujarati News

Gujarati News

News of Friday, 28th October 2022

'કસરત કરીએ અને યુવાન રહીએ' : કસરત કરવામાં કરકસર ન કરો : અમેરિકા સ્થિત જોય એકેડમીના ઉપક્રમે રવિવાર 30 ઓક્ટોબર 2022 ના રોજ વેબિનારનું આયોજન

કસરતનું રહસ્ય, મહત્વ તથા કસરત કોને અને કેટલી કરવી જોઈએ તે વિષે જાણીતા ફિઝિશિયન ડો.કમલ પરીખ માર્ગદર્શન આપશે : જોય એકેડમીના દર્શન કણસાગરા વેબિનારનું સંચાલન કરશે : ઝૂમ એપ માધ્યમ દ્વારા જોડાઈ શકાશે

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકા સ્થિત જોય એકેડમીના ઉપક્રમે પ. પૂ. બાપુજી ઝીણાભાઈની સ્મૃતિમાં રવિવાર, તા. 30 ઓક્ટોબર 2022 ના રોજ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 'કસરત કરીએ અને યુવાન રહીએ'  તથા કસરત કરવામાં કરકસર ન કરો  વિષય ઉપર થયેલા સંશોધનો વિષે નિષ્ણાંતો પાસેથી જાણવાની તક મળશે.

કસરત કરવામાં કરકસર ન કરો એવું વૈજ્ઞાનિકો કહેવા માંડ્યા છે. ૪૦ વર્ષ પછી અને ખાસ કરીને ૬૦ વર્ષ બાદ આપણા સ્નાયુઓ ઓછા થવા લાગે છે તેથી  જો આપણે સ્માર્ટ , સ્વસ્થ, યુવાન અને આકર્ષક દેખાવવુ હોય તો આપણી જાતને પ્રેમ કરવો જોઈએ. નિયમીત કસરત, વિવેક બુધ્ધિ પૂર્વક પૌષ્ટિક આહાર, જરૂરી ઊંઘ, સકારાત્મક માનસિકતા, અને યોગથી યુવાન રહી શકાય છે અને ડાયાબિટીસ જેવી અનેક બિમારીઓ અટકાવી શકાય છે. ધૂમ્રપાન કે બીજા વ્યસન છોડી અને ખરેખર તો કસરત અને યોગનું  વ્યસન રાખવું  જોઈએ.  ખાવા-પીવાની અનિયમિતતા, અપૂરતી ઊંઘ, સમયનો અભાવ અને કસરતની આળસ ધીમે ધીમે એના પેટ પર તંબુ બાંધીને ઘર બનાવે છે . યુવાન દેખાવા માટે જાતભાતના ક્રીમ અને મેક-અપ કરવાને બદલે કસરતથી બહેતર કશું જ નથી એ વાત હવે આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારવા માંડ્યું છે. કસરતનું  રહસ્ય , મહત્વ તથા કસરત કોને અને કેટલી કરવી જોઈએ તે વૈજ્ઞાનિક રીતે આ વેબીનારમાં સમજાવવામાં આવશે

વેબિનારમાં જાણીતા ફિઝિશિયન, લેખક, અને તત્વચિંતક ડો. કમલ પરીખ માર્ગદર્શન આપશે તથા જોય એકેડમીના દર્શન કણસાગરા વેબિનારનું સંચાલન કરશે.

વેબિનારનો સમય અમેરિકામાં 30 ઓક્ટોબર 2022 ના રોજ સવારે 8 -30 કલાક (PST) તથા ભારતમાં 23 ઓક્ટોબર 2022 ના રોજ રાત્રે 9 -00 કલાકનો રહેશે. વેબિનારમાં zoom માધ્યમથી જોડાઈ શકાશે.જે માટે Meeting ID : 849 2271 3328 રાખવામા આવેલ છે અને Passcode : exercise  છે. આ વખતનો વેબિનાર જીગર - નિરજુ લંઘનોજા દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો છે.

(11:50 pm IST)