Gujarati News

Gujarati News

News of Sunday, 4th October 2020

યુ.એસ.એ.માં યોજાઈ ગયેલી માઇનોર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ : કાતિલ બોલિંગ ,સજ્જડ ફિલ્ડિંગ તથા યોગ્ય નેતૃત્વ સાથે શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમે મિચીગન સ્ટાર્સના યંગ ક્રિકેટર્સને પરાજિત કરી દીધા : સિક્સર અને ફોરની રમઝટથી દર્શકો ખુશખુશાલ

 શિકાગો : તાજેતરમાં 27 સપ્ટેમ્બર  2020  રવિવારના રોજ ઇલિનોઇસના માઉન્ટન વ્યુ પાર્ક  ગ્રાઉન્ડમાં તદ્દન  નવી એવી શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમે કાતિલ બોલિંગ ,સજ્જડ ફિલ્ડિંગ તથા યોગ્ય નેતૃત્વ સાથે માઇનોર  લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં  મિચીગન સ્ટાર્સના યંગ ક્રિકેટર્સને  પરાજિત કરી બતાવ્યા .
શિકાગો બ્લાસ્ટર્સ અને મિચીગન સ્ટાર્સ વચ્ચેની આ બીજી વખતની સ્પર્ધામાં શિકાગો  સ્ટાર્સે દાવ લેવાનું પસંદ કરી આક્રમક બેટિંગ સાથે મિચીગન સ્ટાર્સ સામે 169 રન ખડકી દીધા। .જેમાં ઓપનિંગ બેટ્સમેન શાહીર  હસન અને ફહાદ બબરે ફટકાબાજી કરી મેદાનની ચારે દિશાઓમાં બોલને મોકલી ફિલ્ડરોને દોડતા કરી દીધા .જે પૈકી શાહીર હસન 102 રન સાથે નોટ આઉટ રહ્યો .જેમાં 8 સિક્સર સાથે 16 બોલને બાઉન્ડરી દેખાડી દીધી .જયારે ફહાદ બબરે 5 સિક્સર સાથે 65 રન નોંધાવી યાદગાર પાર્ટનરશીપ સાથે ટીમને વિજય અપાવ્યો .જે માઇનોર લીગ ક્રિકેટ માટેની યુએસએ ક્રિકેટ ફ્રેન્ચાઈસીસનો રેકોર્ડ હતો.
આ અગાઉ 19 સપ્ટેમ્બર 2020 ના રોજ પણ શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમે મિચીગન સ્ટાર્સ સામે ડેટ્રોઇટ નજીક લિઓન ઓક્સ પાર્ક સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે અદભુત દેખાવ કરી મિચીગન સ્ટાર્સને પરાજિત કરી દેવામાં સફળતા મેળવી હતી.
શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમના સીઈઓ ઇફ્તેખાર શરીફે સમગ્ર ટિમ,તેમના પરિવાર ,તથા ક્રિકેટ રસિકો તેમજ ઓનલાઇન જોઈ રહેલા દર્શકો સમક્ષ શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમની ટિમ સ્પીરીટને બિરદાવી હતી.તથા પ્લેર્સ સહીત સહુનો આભાર માન્યો હતો.
 શિકાગો બ્લાસ્ટર્સ ક્રિકેટ ટીમ શિકાગો સ્થિત છે.જે  યુએસએમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના આધીન હેઠળ અધિકૃત એફિલિએટ ટિમ છે.તેવું શ્રી સુરેશ બોડીવાલાના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(8:57 pm IST)