Gujarati News

Gujarati News

News of Saturday, 4th September 2021

' હાય હાય યે મજબૂરી ' : અફઘાનિસ્તાન છોડવા માટે સ્થાનિક યુવતીઓ ફરજીયાત લગ્ન કરવા મજબુર બની : નાણાં આપી મેળવેલા બનાવટી પતિ સાથે યુ.એ.ઈ.જઈ બાદમાં અમેરિકામાં આશ્રય લીધો

યુ.એસ. : અફઘાનિસ્તાન છોડવા માટે સ્થાનિક યુવતીઓની મજબુરીની વિગતો સામે આવી રહી છે. જે મુજબ તેઓ કાબુલ એરપોર્ટમાં પ્રવેશવા માટે અને ફ્લાઇટ પકડવા માટે ફરજીયાત લગ્ન કરવા મજબુર બની હતી.આ માટે નાણાં આપી મેળવેલા બનાવટી પતિ સાથે યુ.એ.ઈ. જઈ બાદમાં અમેરિકામાં આશ્રય લીધો હોવાના ચોંકાવનારા સમાચારો જાણવા મળી રહ્યા છે.

જે મુજબ અફઘાનિસ્તાન પર  તાલિબાને કબ્જો કર્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો દેશ છોડવા માંગતા હતા. જેમાં મહિલાઓને અફઘાનિસ્તાન છોડવામાં સૌથી વધારે તકલીફનો સામનો કરવો પડયો હતો. વિદેશ જવા માટે કાબુલ એરપોર્ટમાં પ્રવેશવાના હેતુથી કેટલીય અફઘાની યુવતીઓએ બળજબરીથી લગ્ન કરવા પડયા હતા. કારણકે કાબુલ એરપોર્ટ પર એકલી યુવતીઓ અને મહિલાઓને પ્રવેશવામાં તકલીફ પડી રહી હતી.

આ મામલો મોટાભાગે તેવી મહિલાઓનો છે જે અફઘાનિસ્તાનથી પહેલા યુએઇ ગઈ અને પછી અમેરિકા માટે રવાના થઈ. આટલું જ નહી કેટલાક કુટુંબોએ કેટલાક પુરુષોને નાણાઆપ્યા જેથી તે તેમની છોકરીઓ સાથે લગ્ન કરી લે અને પછી તેને લઇને અફઘાનિસ્તાન છોડી દે.

અમેરિકન વિદેશ મંત્રાલય આ કેસમાં યુએઇમાં ઉપલબ્ધ તેના અધિકારીઓની મદદ માંગી રહ્યું છે. તેની સાથે આ રીતે અમેરિકા પહોંચનારી મહિલાઓની શોધ પણ કરવામાં આવી રહી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર ૧૫ ઓગસ્ટે કબ્જો કર્યા પછી દેશમાં મહિલાઓના ભવિષ્યને લઈને સવાલ ઉઠવા લાગ્યા હતા. કાબુલ એરપોર્ટથી મોટાભાગે જે વિમાનો જતા હતા તેમા પુરુષ પ્રવાસીઓની સંખ્યા વધારે હતી. આ ઉપરાંત જે લોકો તેના કુટુંબ સાથે જતા હતા તેને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(10:29 am IST)