Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd February 2021

પાકિસ્તાન એરલાઇન્સ માટે શરમજનક ઘટના : વિમાનમાં કેનેડા ગયેલી એર હોસ્ટેસ લાપત્તા : બે દિવસ પહેલા વિમાનમાં કામ કરતો કર્મચારી કેનેડા એરપોર્ટ ઉપરથી પોબારા ગણી ગયો હતો

ટોરોન્ટો : પાકિસ્તાન ઇન્ટરનેશનલ  એરલાઇન્સ માટે વધુ એક શરમજનક ઘટના બહાર આવી છે. જે મુજબ એરલાઈન્સનું પી.કે.797 વિમાન લઈને કેનેડા ગયેલી એરહોસ્ટેસ લાપતા થઇ છે.

આથી કેનેડાના એરપોર્ટ પ્રબંધકને જાણ કરતા યુવતીની ભાળ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.એક અંદાજ મુજબ આ યુવતી કેનેડાનું નાગરિકત્વ મેળવવાની ફિરાકમાં છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ હજુ બે દિવસ પહેલા જ આ રીતે જ વિમાનનો એક કર્મચારી કેનેડા એરપોર્ટ ઉપર ઉતાર્યા પછી ગુમ થઇ ગયો હતો તેવું સ્થાનિક સમાચાર પત્ર દ્વારા જાણવા મળે છે.

(1:13 pm IST)