Gujarati News

Gujarati News

News of Monday, 2nd January 2023

કેનેડામાં નવા વર્ષના પ્રથમ દિવસે જ ભારતીયોને મોટો ઝટકો : સરકારે વિદેશીઓ માટે પ્રોપર્ટી ખરીદવા પર લગાવ્યો પ્રતિબંધ

ટોરોન્ટોઃ નવા વર્ષ પર કેનેડા સરકારે ભારતીયોને મોટો ઝટકો આપ્યો છે. કેનેડાની સરકારે વિદેશીઓ દ્વારા મિલકત ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આવાસની અછતનો સામનો કરી રહેલા સ્થાનિક લોકોને વધુ ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે કેનેડામાં રહેણાંક મિલકત ખરીદતા વિદેશીઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેનું સૌથી મોટું નુકસાન ભારતીયોને થશે કારણ કે મોટી સંખ્યામાં ભારતીયો ખાસ કરીને પંજાબીઓ કેનેડામાં સ્થાયી થયા છે.

આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2023થી લાગુ થઈ ગયો છે. સરકારે નોન-કેનેડિયન એક્ટ દ્વારા રહેણાંક મિલકતની ખરીદી પર પ્રતિબંધ લાદ્યો છે. જો કે, કાયદામાં કેટલાક અપવાદો છે. કેનેડા સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધો માત્ર શહેરના રહેઠાણો પર જ લાગુ થશે. આ પ્રતિબંધ ગ્રીષ્મ કોટેજ જેવી મિલકતોને લાગુ પડશે નહીં.
 

ઉલ્લેખનીય છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ 2021ના ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોની સુવિધા માટે મિલકતને લઈને આ પ્રસ્તાવ મૂક્યો હતો. કેનેડામાં વસવાટની વધતી કિંમતે ઘર ખરીદવું ઘણા લોકોની પહોંચની બહાર કરી દીધું છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે

 

(11:23 am IST)