Gujarati News

Gujarati News

News of Monday, 2nd January 2023

વોશિંગ્ટન ડીસીમાં આવેલા ભારતીય દૂતાવાસમાં વીર બાલ દિવસ ઉજવાયો : હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે પણ ઉજવણી કરવામાં આવી


વોશિંગ્ટન ડીસી: ભારતીય ડાયસ્પોરા અને વિદ્યાર્થીઓની હાજરીમાં 26 ડિસેમ્બર 2022ના રોજ વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસમાં ‘વીર બાલ દિવસ’ મનાવવામાં આવ્યો હતો. હ્યુસ્ટનમાં ભારતીય કોન્સ્યુલેટ ખાતે પણ ઉજવણી કરવામાં આવી હતી.

તમામ ઉપસ્થિતોએ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીના પ્રિય પુત્રો સાહિબજાદે દ્વારા કરવામાં આવેલ અપ્રતિમ બલિદાનને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સાહિબજાદો, બાબા અજીત સિંહ જી, બાબા જુઝાર સિંહ જી, બાબા જોરાવર સિંહ જી અને બાબા ફતેહ સિંહ જીના જીવન પર એક ડિજિટલ પ્રદર્શન પણ લગાવવામાં આવ્યું હતું.
 

આ કાર્યક્રમમાં બોલતા, ચાર્જ ડી અફેર્સ સુશ્રી શ્રીપ્રિયા રંગનાથને ભારત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ વિવિધ પહેલો પર પ્રકાશ પાડ્યો જેણે શીખ ધર્મના પવિત્ર તહેવારોની ઉજવણીમાં સુવિધા આપી છે- કરતારપુર સાહિબ કોરિડોર ખોલવા સહિત; સમગ્ર વિશ્વમાં ગુરુ નાનક દેવ જીની 550મી જન્મજયંતિની ઉજવણી; ગુરુ તેગ બહાદુર જીની 400મી જન્મજયંતિની સ્મૃતિમાં – ગુરુ તેગ બહાદુરના 400મા પ્રકાશ પરબને નિમિત્તે માનનીય વડાપ્રધાન દ્વારા વિશેષ સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી રહી છે; અને ગયા વર્ષે ઓગસ્ટમાં સંપૂર્ણ સન્માન સાથે અફઘાનિસ્તાનથી ગુરુ ગ્રંથ સાહિબ જીના ત્રણ 'પવિત્ર સ્વરૂપો' પાછા લાવ્યાહતા તેવું આઈ.એ.એન.દ્વારા જાણવા મળે છે.

 

(7:11 pm IST)