Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

હિંદુઓ પરના અત્યાચારનો ઇન્કાર કરી રહેલા પાકિસ્તાનના જૂઠાણાંનો પર્દાફાશ: હિન્દૂ પરિવારને અંતિમ સંસ્કાર કરતા રોક્યો


ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ પર અત્યાચાર અટકવાનું નામ નથી લઈ રહ્યો, પાકિસ્તાનમાંથી હિંદુઓ પર અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક હિન્દુ પરિવારને અંતિમ સંસ્કાર કરતા અટકાવવામાં આવ્યા હતો.

મામલો પાકિસ્તાનના સ્યાલ કોટલીનો છે, જ્યાં હિન્દુઓને અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે. સંબંધીઓએ જણાવ્યું કે તેઓ ભાઈના મૃત્યુનું દુઃખ સહન કરી શકતા નથી, તેની સાથે બીજી મુશ્કેલી આવી છે. યુવકે જણાવ્યું કે જ્યારે અમે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા જેકર જઈ રહ્યા હતા ત્યારે કેટલાક પાકિસ્તાની ભાઈઓએ અમારી મજાક ઉડાવી જાણે કોઈ સર્કસ ચાલી રહ્યું હોય.
 

પરિવારજનોએ દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, 1947ના ભાગલા પછી અમારા વડીલો આ તરફ રહ્યા, આમાં અમારો શું વાંક છે કે અમારી સાથે આવું વર્તન થઈ રહ્યું છે. યુવકે દાવો કર્યો હતો કે ભાગલા સમયે કહેવામાં આવ્યું હતું કે અમે પાકિસ્તાનીઓ દરેક દુઃખ અને ખુશીમાં તમારી સાથે રહીશું. પરંતુ, આજે હું ખૂબ જ ઉદાસ અનુભવું છું. અમારા હિંદુ સ્મશાનગૃહને ખરાબ રીતે અપમાનિત કરવામાં આવ્યું છે, અમે પાકિસ્તાનના ચીફ જસ્ટિસને અપીલ કરીએ છીએ કે તેઓ તેમના પ્રતિનિધિને મોકલે અને ન્યાય કરવામાં આવે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(11:00 am IST)