Gujarati News

Gujarati News

News of Saturday, 7th January 2023

અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન (AAPI) :અમેરિકાની ધરતી પર વસતા ભારતીય તબીબોના સૌથી મોટા સંગઠન દ્વારા વિશાખાપટ્ટમમાં 16મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટ (GHS)નું આયોજન કરાયું : 6 થી 8 જાન્યુઆરી 2023 સુધી આયોજિત સમિટમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતના 500 જેટલા પ્રતિનિધિઓએ હાજરી આપી

વિશાખાપટ્ટનમ :અમેરિકન એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઇન્ડિયન ઑરિજિન (AAPI) દ્વારા આયોજિત 16મી વાર્ષિક ગ્લોબલ હેલ્થકેર સમિટ (GHS)નું ઉદ્ઘાટન  6 જાન્યુઆરી 2023ના રોજ વંદે માતરમની સુંદર રજૂઆત અને પરંપરાગત દીપ પ્રગટાવીને કરવામાં આવ્યું હતું.

 વિશાખાપટ્ટનમમાં દરિયા કિનારે હોટેલ નોવોટેલ ખાતે આયોજિત સમિટમાં  આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના માનનીય મંત્રી વિદાદલા રજની અને અન્ય ઘણા મહાનુભાવો, AAPI નેતાઓ અને સમિટના સ્થાનિક આયોજકોએ હાજરી આપી હતી.
 

GHS 2023 નું આયોજન AAPI અને સ્થાનિક આયોજન સમિતિ દ્વારા 6 થી 8 જાન્યુઆરી, 2023 દરમિયાન વિશાખાપટ્ટનમ ખાતે સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ ગ્લોબલ હેલ્થ કેર સમિટ, અગ્રણી તબીબી વ્યાવસાયિકોની ભાગીદારી સાથે, યોજવામાં આવી છે.જેમાં જુદા ક્ષેત્રોના આગેવાનો ,નેતાઓ, અને નીતિ-નિર્માતાઓ હાજર રહ્યા હતા.ખાસ કરીને ક્ષીણ થઈ રહેલા રોગચાળાના સંદર્ભમાં આ સમિટ વધુ મહત્વ ધરાવે છે .જેણે સમગ્ર માનવ જાતિને હચમચાવી દીધી છે અને દરેકને એ સમજવામાં મદદરૂપ બની છે કે તમામ ખંડોમાં આ સ્થિતિ સામાન્ય છે.તેવું યુ.એન.એન.દ્વારા જાણવા મળે છે.

 

(12:05 pm IST)