Gujarati News

Gujarati News

News of Monday, 30th May 2022

10 જૂનથી જાપાનમાં વિદેશી પ્રવાસીઓ માટે સરહદો ખુલ્લી મુકાશે : લગભગ બે વર્ષ પહેલાં ચુસ્ત રોગચાળાને કારણે પ્રવાસ પર પ્રતિબંધો લાદ્યા પછી જાપાન પ્રથમ વખત જૂનમાં વિદેશી પ્રવાસીઓને આવકારશે : હાલની તકે માત્ર પેકેજ પ્રવાસો માટે મંજૂરી

ટોક્યો : લગભગ બે વર્ષ પહેલાં ચુસ્ત રોગચાળા પ્રવાસ પ્રતિબંધો લાદ્યા પછી જાપાન પ્રથમ વખત જૂનમાં વિદેશી પ્રવાસીઓ માટે તેની સરહદો ખોલશે, પરંતુ હમણાં માટે ફક્ત પેકેજ પ્રવાસો માટે,મંજૂરી આપવામાં આવી છે તેવું વડા પ્રધાને ગુરુવારે જણાવ્યું હતું.

10 જૂનથી શરૂ કરીને, જાપાન નિશ્ચિત સમયપત્રક અને માર્ગદર્શિકાઓ સાથે પ્રવાસ પર લોકોને પ્રવેશની મંજૂરી આપશે, વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ જણાવ્યું હતું.

નીચા COVID-19 સંક્રમણ દર ધરાવતા વિસ્તારોના ટુરિસ્ટ જેમણે રસીના ત્રણ ડોઝ મેળવ્યા છે તેઓને પ્રવેશ પછી પરીક્ષણ અને સંસર્ગનિષેધમાંથી મુક્તિ આપવામાં આવશે.તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:51 pm IST)