Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોવિદ -19 ના કહેર વચ્ચે યુ.એસ.માં' યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન 'ની માનવ સેવા : ફ્રી મેડિકલ કેમ્પના આયોજનો કર્યા : માસ્ક, ગ્લોવઝ , જીવન જરૂરી ચીજોની કીટ્સનું વિતરણ કર્યું , તેમજ ફુડ બોક્સ પહોંચાડ્યા

ન્યુયોર્ક : યુ.એસ.માં માનવ સેવા ક્ષેત્રે કાર્યરત ' યુનાઇટેડ રુદ્ર ફાઉન્ડેશન ' દ્વારા કોવિદ -19 ના કહેર વચ્ચે માનવ સેવાની પ્રવૃત્તિ અવિરત ચાલુ રાખવામાં આવી હતી. જે અંતર્ગત માસ્ક ,ગ્લોવઝ ,જીવન જરૂરી ચીજોની કીટ્સ,તથા ફૂડ પેકેટ વિતરણ સહિતની કામગીરી ચાલુ રાખવાની સાથે ફ્રી મેડિકલ કેમ્પના આયોજનો પણ કરાયા હતા.
ફાઉન્ડેશન દ્વારા ચલાવાયેલી વિવિધ  માનવ સેવાઓમાં ડો.એચ.આર.શાહ ,ડો.સુધીર પરીખ ,શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદી ,શ્રી અભય શુક્લ ,શ્રી હિતેશ ઠાકર ,શ્રી દેવેન્દ્ર દવે ,શ્રી આલોક પટેલ સહિતનાઓનો સહકાર મળ્યો હતો.ઉપરાંત ડો.મુકુંદ ઠાકર ,ડો.રાજ પંડ્યા ,ડો.સુનિલ પરીખ ,શ્રી પિનાકીન પાઠક  ,શ્રી નીતિન વ્યાસ ,સુશ્રી દીપ્તિ વ્યાસ ,શ્રી હર્ષ ,શ્રી મિલી ,તથા શ્રી પાર્થ વ્યાસ સહિતનાઓએ ફ્રી મેડિકલ કેમ્પ માટે સેવાઓ આપી હતી.ફાઉન્ડેશનના ચેરમેન શ્રી કૌશિક વ્યાસ ,સુશ્રી લીના ભટ્ટ ,શ્રી દિપક ત્રિવેદી ,શ્રી યોગેશ જોશી ,સુશ્રી જયશ્રી વ્યાસ ,સુશ્રી દિપ્તીબેન જાની ,શ્રી આશિષ રાવલ ,શ્રી ઉપેન્દ્ર યાજ્ઞિક  ,શ્રી ઋષભ મેહતા ,તથા શ્રી કલ્પક મહંત સહિતનાઓ સેવાકાર્યમાં જોડાયા હતા.તેવું જાણવા મળે છે.

(1:19 pm IST)
  • ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની દુર્ઘટનામાં બેદરકારી સબબ કોન્ટ્રાકટરને નોટીસ : ભગવતીપરામાં ભૂગર્ભ ગટરની કુંડીમાં મજૂરો પડી ગયા બાદ ઘાયલ થવાની ઘટનામાં કોન્ટ્રાકટર મંગાભાઈ સોલંકીને મ્યુ.કમિશ્નરે બેદરકારી અંગે નોટીસ ફટકારી છે access_time 4:13 pm IST

  • સુરતમાં ધોધમાર વરસાદ :સુરત શહેરમાં છેલ્લી અડધી કલાકથી ઘોર દોડ સહિત સંખ્યાબંધ વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ચાલુ છેે: ફરી ચોમાસુ જામ્યું હોય તેવો માહોલ સર્જાયા હોવાનું સુરતથી કુશલ ઠકકરે જણાવ્યુ છે. access_time 3:53 pm IST

  • મોદી અને આબે વચ્‍ચે જાપાન - ભારત શિખર મંત્રણા ટેલીફોન ઉપર યોજાઈ હતી : બંને દેશના સશષા દળોએ એગ્રીમેન્‍ટ સાઈન કર્યા છે access_time 5:55 pm IST