Gujarati News

Gujarati News

News of Saturday, 10th September 2022

અમેરિકામાં વલ્લ્ભધામ મંદિર કનેક્ટિકટના ઉપક્રમે 11 સપ્ટેમ્બર 2022 ના રોજ ' રાસ ગરબાની રમઝટ ' : ન્યુ બ્રિટન ફૂટબોલ સ્ટેડિયમ કનેક્ટીકટના સૌથી મોટા ગણાતા ઓપન એર ગ્રાઉન્ડમાં સુવિખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિત ખેલૈયાઓને ગરબે ઘુમાવશે

કનેક્ટીકટ : અમેરિકામાં વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટીકટ આયોજિત વલ્લ્ભધામ મંદિર કનેક્ટિકટ દ્વારા 11 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ ' રાસ ગરબાની રમઝટ 'બોલશે. ન્યુ બ્રિટન ફૂટબોલ સ્ટેડિયમ 230 ,જૉહન કાર્બોનિક વે ન્યુ બ્રિટન કનેક્ટીકટના સૌથી મોટા ગણાતા ઓપન એર ગ્રાઉન્ડમાં સુવિખ્યાત ગરબા ગાયક અતુલ પુરોહિત ખેલૈયાઓને ગરબે ઘુમાવશે. 15000 પ્રેક્ષકોનો સમાવેશ કરી શકતા આ ગ્રાઉન્ડમાં વિના મુલ્યે પાર્કિંગની સગવડ સાથે 7 વર્ષની ઉંમર સુધીના બાળકો માટે વિના મુલ્યે પ્રવેશ રાખવામાં આવેલ છે. ગરબાનો સમય બપોરે 4 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા (ET) સુધીનો રહેશે.

ઉત્સવમાં જોડાવા માટે ઓનલાઇન ટિકિટ ખરીદવાની સુવિધા રાખવામાં આવી છે. જે અંતર્ગત વહેલાસર બુકીંગ કરાવનાર માટે 22 ડોલર તથા જનરલ એડમિશન માટે 25 ડોલર ફી રાખવામાં આવી છે.સાથોસાથ વિનામૂલ્યે પાર્કિંગની સગવડ છે.

ન્યુયોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ તથા ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સના સમર્થન સાથે યોજાનારા ગરબામાં ચીફ ગેસ્ટ તરીકે કનેક્ટીકટ ગવર્નર નેડ લેમોન્ટ હાજરી આપશે.

ઉત્સવમાં સ્ટ્રીટ ફૂડ સ્ટોલ્સ ,કપડા ,જવેલરી ,ઉપરાંત બાળકો માટે રમત ગમત સહીત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ગરબા ઉત્સવ દરમિયાન થનારી તમામ આવક વલ્લ્ભધામ મંદિર નેવીન્ગટન કનેક્ટીકટ માટે વપરાશે.

ટિકિટ ખરીદવા માટે sulekha.com/atulpurohitct અથવા www.facebook.com /navratrigarbact દ્વારા સંપર્ક સાધી શકાશે.
વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટનો સંપર્ક  www.vpofct.org, www.vallabhdham.org દ્વારા કરી શકાશે.
વૈષ્ણવ પરિવાર ઓફ કનેક્ટિકટને આપવામાં આવતું ડોનેશન ટેક્સ ફ્રી છે.તેવું પરિવારની યાદીમાં જણાવાયું છે

(10:06 pm IST)