Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

આર્ય સમાજ હ્યુસ્ટન દ્વારા કોવિદ -19 ટેસ્ટિંગ સેવાઓ : કોરોના મહામારી વચ્ચે 26 સપ્ટેમ્બરના રોજ 100 જેટલા નાગરિકોનું વિના મુલ્યે ટેસ્ટિંગ કરી અપાયું : માર્ચ માસથી સેવાઓ આપવાનું ચાલુ : સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સેનિટાઇઝર સહિતની જાગૃતિ અંગેનું કમપેન સતત કાર્યરત

હ્યુસ્ટન : યુ.એસ.ના હ્યુસ્ટન સ્થિત આર્ય સમાજના ઉપક્રમે માર્ચ માસથી કોવિદ -19 અંગે સેવાઓ આપવાનું ચાલુ કરી દેવાયું છે.જે અંતર્ગત લોકોને  સોશિઅલ ડિસ્ટન્સ ,માસ્ક ,સેનિટાઇઝર સહિતની જાગૃતિ અંગેનું કમપેન ચાલુ કરી દેવાયું છે.
તે ઉપરાંત તાજેતરમાં 26 સપ્ટેમ્બરના રોજ વિના મુલ્યે કોવિદ -19 ટેસ્ટિંગ કરી આપવા માટે આયોજન કરાયું હતું.જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનાર 100 જેટલા લોકોનું ટેસ્ટિંગ કરી આપવામાં આવ્યું હતું. જે માટે આર્ય સમાજના 20 ઓફિસરોએ સેવાઓ આપી હતી.જે બદલ શેરીફ તથા કાઉન્ટી ઓફિસરોએ આર્ય સમાજની સેવાઓને બિરદાવી હતી.જે કાર્ય આચાર્ય સૂર્યાનંદજીના યજમાન પદે સંપન્ન કરાયું હતું .

 

(7:56 pm IST)