Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ભારત દેશની ઉંચી ઉડાન : હવે વિદેશના નાગરિકો નોકરી માટે ભારતમાં આવવા ઇચ્છુક : જાન્યુઆરીથી ઓગસ્ટ મહિના દરમિયાન અમેરિકા તથા ગલ્ફ દેશોમાંથી ભારતમાં નોકરી માટે 800 જેટલી અરજીઓ આવી

ન્યુદિલ્હી : એક પ્લેસમેન્ટ કંપની દ્વારા ભારતમાં નોકરી માટે આપેલી જાહેરાતોના અનુસંધાને આશ્ચર્યકારક પ્રતિભાવો આવ્યા હતા.જે મુજબ માત્ર ભારતમાંથી જ નહીં વિદેશોમાંથી પણ ભારતમાં નોકરી કરવા માટે  જાન્યુઆરીથી ઓગસ્ટ માસ દરમિયાન  800 જેટલી અરજી આવી હતી.જે પૈકી મે માસ પછી આવેલી અરજીઓનુ પ્રમાણ વધારે જોવા મળ્યું હતું.
વિદેશમાંથી આવેલી અરજીઓમાં નોર્થ અમેરિકા તથા ગલ્ફ દેશોમાંથી આવેલી અરજીઓનુ પ્રમાણ વધુ નોંધાયું હતું.રેન્ડસ્ટેન્ડ ઇન્ડિયાએ પણ આ બાબતને સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વિશ્વની ગ્લોબલ કંપનીઓના ભારતમાં થઇ રહેલા અથવા થનારા આગમનને કારણે હવે ઉલટો ટ્રેન્ડ શરૂ થયો છે.જે મુજબ અત્યાર સુધી ભારતનું બુદ્ધિધન વિદેશોમાં નોકરી માટે જતું હતું પરંતુ હવે વિદેશોના કુશળ કર્મચારીઓ ભારત ઉપર મીટ માંડી રહ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:35 pm IST)