Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

ડોનાલ્ડ ટ્રમ્પ લોકશાહી માટે ખતરા સમાન : ડેમોક્રેટ અગ્રણી બર્ની સેન્ડર્સે ટ્રમ્પની સરખામણી રોમન સમ્રાટ નીરો સાથે કરી

વોશિંગટન : અમેરિકાની ડેમોક્રેટ પાર્ટીના શરૂ થયેલા 4 દિવસીય વર્ચ્યુઅલ નેશનલ અધિવેશનમાં ડેમોક્રેટ અગ્રણી તથા પ્રેસિડન્ટ પદના પૂર્વ ઉમેદવાર બર્ની સેન્ડર્સે ડોનાલ્ડ ટ્રમ્પને દેશની લોકશાહી માટે ખતરા સમાન ગણાવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું  ટ્રમ્પએ સાયન્સની અવગણના કરીને દેશને બરબાદીની ગર્તામાં ધકેલી દીધો છે.
તેઓએ ટ્રમ્પની સરખામણી રોમન સમ્રાટ નીરો સાથે કરી હતી કે જે રોમ ભડકે બળતું હતું ત્યારે ફ્યુડલ  વગાડી રહ્યો હતો.ટ્રમ્પ પણ અમેરિકામાં કોરોનના કહેરને કારણે માણસો ટપોટપ મરી રહ્યા છે ત્યારે તેની ગંભીરતાની અવગણના કરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

(8:03 pm IST)