Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સ્ટુડન્ટ વિઝા લઇ અમેરિકા ગયેલા ભારતીય મૂળના નાગરિક અનિકખાન પઠાણને 15 માસની જેલ : બેન્ક લોન અપાવી દેવાના બહાને 200 જેટલા અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરી

વર્જિનિયા : સ્ટુડન્ટ વિઝા લઇ અમેરિકા ગયેલા ભારતના નાગરિક 29  વર્ષીય અનિકખાન પઠાણને વર્જિનિયા કોર્ટએ 15 માસની જેલસજા ફરમાવી છે.તથા 149854 ડોલરનો દંડ કર્યો છે.
હોમ લોન ,મોર્ટગેજ લોન ,તેમજ વ્યવસાય લોન અપાવી દેવા જેવા કાર્યો કરતા પઠાણે જુદા જુદા 67 જેટલા ફેક આઈડી મારફત અમેરિકન નાગરિકો પાસેથી લોન અપાવી દેવાના બહાને મેળવેલી રકમ જમા કરાવી હતી.જે 1 લાખ 50 હજાર ડોલર જેટલી થતી હતી.તે પોતાના ઉપયોગમાં લીધી હતી અથવા ભારત મોકલી દીધી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટએ તેને ઉપરોક્ત સજા તથા દંડ ફરમાવ્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:26 pm IST)