Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

ન્યૂ યોર્કના કન્નડ કૂટાએ ડેપ્યુટી કમિશનર શ્રી દિલીપ ચૌહાણ સાથે કન્નડ (કર્ણાટક) રાજ્યોત્સવની ઉજવણી કરી : ડેપ્યુટી કમિશનરે કન્નડ કૂટાના સભ્યો સાથે કર્ણાટકનો ધ્વજ ફરકાવી સમુદાયની પ્રશંસા કરી અને ભાવિ પેઢી માટે સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂક્યો

દિપ્તીબેન જાની દ્વારા ન્યુયોર્ક : 67મા કન્નડ રાજ્યોત્સવની ઘટનામાં, કન્નડ કૂટા ન્યૂયોર્ક સંસ્થાએ 5મી નવેમ્બર, 2022ના રોજ એલી પોન્ડ ન્યૂયોર્ક ખાતે કન્નડ રાજ્યોત્સવની ઉજવણી કરી હતી. ન્યૂ યોર્ક સિટી મેયર ઓફિસના ડેપ્યુટી કમિશનર ફોર ટ્રેડ, ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવેશન શ્રી દિલીપ ચૌહાણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ડેપ્યુટી કમિશનરે કન્નડ કૂટાના સભ્યો સાથે કર્ણાટકનો ધ્વજ ફરકાવ્યો હતો.તથા સમુદાયની પ્રશંસા કરી અને ભાવિ પેઢી માટે સાંસ્કૃતિક મહત્વ પર ભાર મૂક્યોહતો.

ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ વતી શ્રી ચૌહાણે તમામ સભ્યોને મેયર એરિક એડમ્સનો સંદેશ આપ્યો હતો. ત્યાર બાદ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમ કે કર્ણાટક નાડા ગીતે (રાજ્ય ગીત) અને અન્ય કન્નડ દેશભક્તિના ગીતો સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

કન્નડ રાજ્યોત્સવ એ ભારતના કર્ણાટક રાજ્યમાં જાહેર રજાનો દિવસ છે.તે હંમેશા 1લી નવેમ્બરે ઉજવવામાં આવે છે. તેને કર્ણાટક રચના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.તેવું  શ્રી રોઝ એન.વાય.દ્વારા જાણવા મળે છે.

(7:30 pm IST)