Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

સત્ય નારાયણ કથા ' : યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ ખાતે 27 ફેબ્રુઆરી 2021 શનિવારના રોજ ફેસબુક ઉપર લાઈવ સાંભળવાનો મોકો : 11 માર્ચના રોજ ' મહા શિવરાત્રી પર્વ ' ઉજવાશે

મેરીલેન્ડ : યુ.એસ.માં  મંગલ મંદિર મેરીલેન્ડ ખાતે 27 ફેબ્રુઆરી 2021 શનિવારના રોજ ફેસબુક ઉપર લાઈવ  ' સત્ય નારાયણ કથા ' નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો સમય બપોરે 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.કથામાં શામેલ થવા માટે 51 ડોલર ન્યોચ્છાવરની અપેક્ષા રાખવામાં આવી છે.જે માટે રજીસ્ટ્રેશન કરાવવા મંદિરના કોન્ટેક નમ્બર (301)421-0985 દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.

વર્તમાન કોવિદ -19 સંજોગોને કારણે હાલની તકે 12 જાન્યુઆરી 2021 થી મંદિરમાં દર્શનના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.જે મુજબ દર્શનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે.આરતી બપોરે 11-45 કલાકે થશે.તેમજ સાંજના દર્શનનો સમય સાંજે 5 વાગ્યાથી 7-30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત આરતી સાંજે 7 વાગ્યે થશે.

આગામી 11 માર્ચના રોજ  ' મહા શિવરાત્રી પર્વ ' ઉજવાશે .જે અંતર્ગત કાઉન્ટીની ગાઈડ લાઈન ધ્યાને લઈને બપોર પછી મંદિર બંધ રાખવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.

વિશેષ માહિતી મંદિરની વેબસાઈટ www.mangalmandir.org દ્વારા મેળવી શકાશે.તેમજ ફેસબુક પેજ દ્વારા પણ ફ્રેન્ડશીપ કરી શકાશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(7:28 pm IST)
  • કર્ણાટક સરકારનો મોટો નિર્ણય : મહારાષ્ટ્ર-કેરળના લોકોનો RT-PCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ એન્ટ્રી : કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે. સુધાકરે આ મામલે નાયબ કમિશ્નરોને પત્ર લખ્યો છે access_time 4:52 pm IST

  • રાજ્યમાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસક્રમથી માંડીને પરીક્ષાને લઇને હજુ કોઇ સ્પષ્ટતા નહી: વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકાયાં: ઉપરાંત પ્રાથમિક વિભાગમાં ક્યાંથી કોર્ષ ચલાવો અને શું ભણાવવું તે અંગે પણ સ્પષ્ટતા કરાઇ નથી ધો. 1થી 5માં આગામી દિવસોમાં શિક્ષણ શરૂ થાય તેવી શક્યતા access_time 1:17 am IST

  • મોંઘવારીનો એકપછી એક માર : પેટ્રોલ- ડીઝલ બાદ CNG- PNGનાં ભાવમાં વધારો ઝીકાયો :અદાણી ગેસે કર્યો ભાવમાં વધારો : CNGનાં ભાવમાં 95 પૈસાનો વધારો કરાયો : PNGનાં ભાવમાં 1.29 રૂપિયાનો વધારો ઝીકાયો : ગુજરાતમાં CNGનાં 4 લાખ ગ્રાહકોને અસર: ગુજરાતમાં PNGનાં 10 લાખ ગ્રાહકોને વધશે ખર્ચ બોજ access_time 10:57 am IST