Gujarati News

Gujarati News

News of Friday, 17th February 2023

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં હિંદુઓ અને શીખો માટે સ્મશાનભૂમિ બનાવવા બે એકર સરકારી જમીન મંજૂર કરવામાં આવી

ખૈબર પખ્તુનખ્વા: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતની રખેવાળ કેબિનેટે શુક્રવારે તેની પ્રથમ બેઠકમાં હિંદુઓ અને શીખો માટે સ્મશાનભૂમિ બનાવવા  લગભગ બે એકર સરકારી જમીન ઔકાફ વિભાગને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી.

રખેવાળ મુખ્ય પ્રધાન મુહમ્મદ આઝમ ખાનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં, કેબિનેટે પેશાવર અને નૌશેરા જિલ્લામાં હિન્દુ અને શીખ સમુદાયો માટે એક-એક સ્મશાનભૂમિ અને કોહાટ જિલ્લામાં ખ્રિસ્તી કબ્રસ્તાન માટે અડધા એકરથી થોડી ઓછી જમીનની ભલામણ કરી હતી.

કેરટેકર કેબિનેટે લઘુમતી સમુદાયોને બે એકર સરકારી જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. હિંદુ સમુદાયના નેતા હારૂન સરબ દિયાલે પેન્ડિંગ માંગ પૂરી કરવા માટે કેરટેકર કેબિનેટના નિર્ણયને આવકાર્યો હતો.

લઘુમતીઓના મુખ્ય મુદ્દાને સંબોધવાના કેબિનેટના નિર્ણયની પ્રશંસા કરી હતી, પરંતુ જળાશયોની નજીક અને સ્થાનિક વસ્તીથી દૂર વિસ્તારોમાં સરકારને વસાહતો નજીક અંતિમ સંસ્કાર કરવામાં સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો. તથા જમીનની ફાળવણી માટે વિનંતી કરી હતી.

ઉલ્લેખનીય છે કે હિંદુ અને શીખ સમુદાયોને તેમના સમુદાયના સભ્યોના અંતિમ સંસ્કાર કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, પેશાવરથી લગભગ 100 કિમી દૂર એટોક જિલ્લામાં પણ અંતિમ સંસ્કાર માટે મુસાફરી કરવી પડે છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે

(8:08 pm IST)