Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ હવે નારીશક્તિ મેદાનમાં : પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની મિચેલ ઓબામાએ ટ્રમ્પને દેશ માટે અયોગ્ય રાષ્ટ્રપતિ ગણાવ્યા : ડેમોક્રેટ પાર્ટીના વર્ચ્યુઅલ રાષ્ટીય અધિવેશનમાં ઉદબોધન

વિસ્કોસીન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટને પરાજિત કરવા ડેમોક્રેટિક પાર્ટીએ પુરા જોશથી પ્રચાર શરૂ કરી દીધો છે.તથા પાર્ટીના પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બિડન અને વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવાર ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસના નોમિનેશન તથા આગામી રણનીતિ નક્કી કરવા ગઈકાલ 17 ઓગસ્ટથી 4 દિવસ માટે વર્ચ્યુઅલ રાષ્ટીય અધિવેશન શરૂ કરાયું છે.

આ અધિવેશનમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના પત્ની તથા દેશના પૂર્વ પ્રથમ મહિલા મિચેલ ઓબામાએ ઉદબોધન કર્યું હતું.જેમાં તેઓએ ડોનાલ્ડ ટ્રમ્પને દેશ માટે અયોગ્ય રાષ્ટ્રપતિ ગણાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અધિવેશનમાં ડેમોક્રેટ પાર્ટીના પ્રેસિડન્ટ પદના પૂર્વ ઉમેદવાર બર્ની સેન્ડર્સ ,સહીત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં અનુયાયીઓ જોડાયા છે.જેમાં ગુરુવારે એટલેકે છેલ્લા દિવસે જો બિડન તથા સુશ્રી કમલા હેરિસના નામાંકન અને ઉદ્બોધનનું આયોજન છે.

(1:41 pm IST)