Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

ચીનમાં શરૂ થયું " એમ્પ્ટી પ્લેટ કમપેન " : અનાજનો બગાડ ન કરવા પ્રેસિડન્ટ જિનપિંગની અપીલ : પુરને કારણે ખેત ઉત્પાદનોના ભાવો આસમાને જતા લેવાયેલું પગલું

બેજિંગઃ : ચીનમાં " એમ્પ્ટી પ્લેટ કમપેન " શરૂ કરાયું છે.આ વર્ષે દેશના અમુક ભાગોમાં ભારે પૂર આવતા ખેત ઉત્પાદનોને નુકશાન થયું છે.પરિણામે અનાજનો બગાડ ન થાય તે માટે આ કમપેન શરૂ કરાયું છે.
તાજેતરમાં સરકારે હોટલ અને રેસ્ટોરામાં જઈ લોકોને અનાજનો બગાડ ન કરવા અને જરૂર મુજબ જ ખાવાનું ઓર્ડર કરવા માટે કહ્યું છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓપરેશન એમ્પ્ટી પ્લેટ કેમ્પેઈન પણ શરુ કર્યું. જોકે આ કેમ્પેઈન સૌથી પહેલા 2013માં ચાલુ થયું હતું પણ ત્યારે તે સરકાર પુરતું જ મર્યાદિત હતું.
તાજેતરમાં જિનપિંગે ચીનના સરકારી મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, દેશમાં દર વર્ષે અનાજનું બમ્પર ઉત્પાદન થઇ રહ્યું છે. જોકે ચીનમાં જ તેમની આ વાતનો વિરોધાભાસ જોવા મળે છે. ઘણા જાણકારો માને છે કે, સરકાર ખોટું બોલી રહી છે. પુરને કારણે ચીનમાં અનેક સ્થળોએ ખેતીને નુકસાન ગયું છે અનાજના ભાવો આસમાને પહોચી ગયા છે. જિનપિંગ છુપાવી રહ્યા છે કે દેશની ફૂડ સિક્યોરીટી જોખમમાં છે.
ચાઇનીઝ એકેડેમી ઓફ સાયન્સીસના 2018ના રિપોર્ટ મુજબ હોટલ અને રેસ્ટોરામાં જ દર એક પ્લેટ દીઠ સરેરાશ 93 ગ્રામનો બગાડ થાય છે. ચીનના મોટા શહેરોમાં દર વર્ષે 1.8 કરોડ ટન અનાજ ફેકી દેવામાં આવે છે. કોરોના આવ્યા બાદ ચીનમાં પેનિક બાયિંગ શરુ થયું હતું. ખાસ કરીને લોકડાઉન વાળા શહેરોમાં ફૂડ સિક્યોરિટીનો ખતરો ઉભો થયો છે.
રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઓપરેશન એમ્પ્ટી પ્લેટ કેમ્પેઈનની વાત કરી ત્યારથી ચીનના અલગ અલગ પ્રાંતની લોકલ ઓથોરિટી દ્વારા હોટેલો અને રેસ્ટોરન્ટ્સને તેમના મેનુમાં ચેન્જ કરી અને હાફ પ્લેટ અથવા નાની થાળી શરુ કરવા માટે કહેવામાં આવ્યું છે. જિનપિંગના આ કેમ્પેઈનને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સે પણ ટેકો જાહેર કર્યો છે અને અનેક સ્થળોએ અન્નનો બગાડ ન કરવા અને માર્યાદિત ખાવા માટે જાહેર સ્થળો પર LED હોર્ડિંગ પણ લગાવ્યા છે.
ચીન પોતાની જરૂરિયાતના 25-30% ખાદ્યાન્ન દુનિયાભરના દેશોમાંથી આયાત કરે છે. ચીનની વસ્તી આશરે 140 કરોડ છે અને આટલા લોકોને અનાજ પૂરું પાડવા માટે દેશ સક્ષમ નથી તેથી તે દર વર્ષે અંદાજે 75 અબજ ડોલરનું ખાદ્યાન્ન આયાત કરે છે. બ્રાઝિલ, અમેરિકા, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, હોંગકોંગ અને ફ્રાંસ સહિતના દેશોમાંથી આયાત કરવામાં આવે છે.

(7:43 pm IST)