Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

પ્રોસ્ટેટ બીમારીઓ વિષે આંતર રાષ્ટ્રીય વેબિનાર : અમેરિકા ખાતે ડો.પ્રદીપ કણસાગરાના 70 મા જન્મદિવસ નિમિત્તે 23 ઓગસ્ટ રવિવારના રોજ યોજાનારો 5 મો અને છેલ્લો વેબિનાર : ફેસબૂક અને યુટ્યુબ લાઈવ મારફત જોડાવાની તક : પ્રશ્નો પણ પૂછી શકાશે

દિપ્તીબેન જાની દ્વારા,ન્યુજર્સી : તારીખ 23 ઓગસ્ટ 2020 ના રોજ પ્રોસ્ટેટની બીમારીઓ ઉપર આંતર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં યુરોલોજીકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના પાસ્ટ પ્રેસિડન્ટ અને મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી ડો.મહેશ દેસાઈ ,અમેરિકન પ્રોસ્ટેટ કેન્સર ફાઉન્ડેશન પ્રેસિડન્ટ ડો.નિક શ્રોફ ," આપી " ના પાસ્ટ ચેરમેન ,બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ડો.અજિત કોઠારી ,તેમજ ખ્યાતનામ યુરોલોજિસ્ટ ડો.પ્રદીપ કણસાગરા ,ડો.સુશીલ કારીયા ,ડો.વિવેક જોશી ,ડો.જીતેન્દ્ર અમલાણી ,ડો.કંદર્પ પરીખ અને ડો.હિમાંશુ બક્ષી પ્રોસ્ટેટ ગ્રંથિની સાદી તથા કેન્સરની ગાંઠની સરળ ગુજરાતી ભાષામાં સમજ આપશે.જેનો લાભ લેવા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

આયુષ્ય વધવાથી પ્રોસ્ટેટ ગ્રંથિની બીમારીઓ વધતી જાય છે.આપણી ઉંમર વધે અને વાળ સફેદ થાય ,આંખોમાં મોતિયા આવે ,ત્યારે પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિ વધવાની શક્યતાઓ છે.પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના મુખ પાસે અને મૂત્ર માર્ગની શરૂઆતમાં વીંટળાયેલી હોય છે.જે વધવાથી પેશાબમાં અવરોધ કરે છે.પરંતુ લોકો ઉંમર વધવાથી આ સામાન્ય અને કુદરતી ફેરફાર છે તેમ માનીને ડોક્ટરની સલાહ લેતા નથી.

ક્યારેક ઓચિંતા સાવ પેશાબ બંધ થઇ જાય ત્યારે ડોક્ટર પાસે તાત્કાલિક જવું પડે છે.આ સમયે બીજા શારીરિક પ્રશ્નો પણ ઉભા થાય છે.ઓપરેશનનું જોખમ વધી જાય છે.અને ધાર્યું પરિણામ મળતું નથી.નવા સંશોધનોથી દવાઓથી પણ સારો ફાયદો થાય છે.તેની માહિતી લોકોને મળશે.તેમજ પ્રશ્નો પણ પૂછી શકાશે.

ડો.પ્રદીપ કણસાગરના 70 માં જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવેલ ' કૃતજ્ઞતા ' કાર્યક્રમનો આ પાંચમો અને છેલ્લો વેબિનાર છે.આગળના બધા વેબિનારને ખુબ સારો પ્રતિભાવ મળ્યો .જોય એકેડમી યુ.એસ.એ.બધાનો આભાર માને છે.' અકિલા 'પરિવારના સહકાર બદલ ' અકિલા ' પરિવારનો પણ આભાર માને છે.

23 ઓગસ્ટ 2020 રવિવારના રોજ યોજાનારા સેમિનારનો સમય USA 11 AM EST ,/KENYA 6 PM /DUBAI 7 PM તથા ભારતમાં રાત્રે 8-30 કલાકે અને યુ.કે.માં બપોરે 4 વાગ્યાનો રહેશે.વેબિનારમાં ફેસબૂક લાઈવ https://www.facebook.com/Joy-Academy-104046314666784/ પર તથા યુટ્યુબ લાઈવ https://www.youtube.com/channel/UCWMF7Q0S0-lyD-gRbHVqCGw દ્વારા જોડાઈ શકાશે .

વેબિનારનું આયોજન જોય એકેડમીના ઉપક્રમે શ્રી ભાસ્કર સુરેજા ,શ્રી બી.યુ.પટેલ ,ડો.ભાણજી કુંડારીયા ,ડો.સી.ડી.લાડાણી ,SPCS USA ,શ્રી ચતુર છ્ભાયા ,શ્રી રમણ રામા ,શ્રી ભીમા મોઢવાડીયા ,શ્રી કાંતિ ઘેટીયા ,શ્રી પંકજ સુતરીયા ,શ્રી દિલીપ વાછાણી ,તથા શ્રી ચેતન પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.

(12:00 am IST)