Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી મૌલાનાની ધમકી : ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા : આત્મઘાતી હુમલો કરવાની ધમકી આપનાર મૌલાનાની ધરપકડ

ઇસ્લામાબાદ : નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફજાઇને પાકિસ્તાનમાંથી ધમકીઓ મળવાનું શરૂ થઇ ગયું છે. તેણે ફેશન મેગેઝીન વોગ ને આપેલા ઇન્ટરવ્યૂમાં લગ્ન બાબતે કરેલા વિધાનથી કટ્ટરપંથીઓ ખફા થયા છે. આ મેગેઝીનને મલાલાએ લગ્ન વિશેના એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, મને હજી સુધી સમજાતું નથી કે લોકો શા માટે લગ્ન કરવાનું વિચારી રહ્યા છે ? જો તમારે જીવનમાં કોઈ વ્યક્તિ જોઈએ છે તો કાગળ પર કેમ સહી કરવી પડશે ?  માત્ર ભાગીદારી કેમ ન થઈ શકે? પાકિસ્તાનના ઘણા લોકો તેને ઇસ્લામની માન્યતાઓ વિરુદ્ધ ગણાવી રહ્યા છે.

દરમિયાન, ખૈબર પખ્તુનખાના લક્કી મારવાટ જિલ્લાના મૌલવીએ નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા પર હુમલો કરવાની ધમકી આપી હતી. પાકિસ્તાનના અગ્રણી અખબાર ડોને જિલ્લાના પોલીસ અધિકારીઓના હવાલાથી તેની પુષ્ટિ કરતાં કહ્યું કે મૌલવી મુફ્તી સરદાર અલી હકનીની  બુધવારે ધરપકડ કરવામાં આવી છે. તેની સામે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(11:02 am IST)
  • કાલથી ૮ ઔદ્યોગિક વિસ્તારના ૭પ હજાર શ્રમિકોને વેકસીન ઝૂંબેશઃ મહિનામાં તમામને આવરી લેવા કલેકટરની પંચાયતને સૂચના : કલેકટરે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે કાલથી મેટોડા-જીઆઇડીસી-શાપર-વેરાવળ-કુવાડવા-બામણબોર-લોઠડા-પીપળવા સહિતના કુલ ૮ જેટલા ઔદ્યોગિક વિસ્તારમાં જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ખાસ વેકસીન ઝૂંબેશ શરૂ કરાશેઃ આ માટે ૭પ હજાર શ્રમિકોને આવરી લેવાશેઃ આ ઝૂંબેશ ૧ મહિનામાં પૂર્ણ થાય તેવો ટારગેટ અપાયો છે. access_time 3:58 pm IST

  • રાજ બબ્બરએ વિવાદનો મધપૂડો છેડ્યો : ચૂંટણી પંચના ત્રણેય ચૂંટણી કમિશનરો યુપીના છે : આશ્ચર્યજનક સંયોગ ગણાવ્યો : આવતા વર્ષે યુ.પી.વિધાનસભાની ચૂંટણી હોવાથી 75 ટકા બેઠકો મેળવવાનું પ્લાનીંગ હોવાના ટ્વીટર ઉપર પ્રતિભાવ access_time 5:25 pm IST

  • ગુજરાતમાં કોઈ પણ ક્ષણે મોટા પાયે IAS અધિકારીઓની બદલીઓના ઓર્ડર નીકળી શકે છે તેમ આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 9:34 pm IST