Gujarati News

Gujarati News

News of Thursday, 20th August 2020

કોરોના કહેર વચ્ચે થાઈલેન્ડના મહારાજા સુંદરીઓ સાથે જર્મનીમાં રંગરેલિયા મનાવવામાં મશગુલ : પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતા રાજા વાજીરા લોન્ગકોર્ન ઉર્ફે રામ દશમ વિરુદ્ધ પ્રજાએ રેલી કાઢી વિદ્રોહ કર્યો

થાઈલેન્ડ : કોરોના કહેર વચ્ચે પ્રજાને નિરાધાર અવસ્થામાં છોડી દઈ  થાઈલેન્ડના મહારાજા 20 સુંદરીઓ સાથે જર્મનીમાં રંગરેલિયા મનાવવામાં મશગુલ હોવાનું જાણવા મળે છે. પોતાને ભગવાન વિષ્ણુનો અવતાર ગણાવતા રાજા વાજીરા લોન્ગકોર્ન ઉર્ફે રામ દશમ વિરુદ્ધ પ્રજાએ 18  જુલાઈના રોજ રેલી કાઢી વિદ્રોહ વ્યક્ત કર્યો હતો.જે હજુ પણ ચાલુ છે.
           ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડમાં રાજાનો વિરોધ કરવા બદલ 15 વર્ષની જેલસજાની જોગવાઈ છે.પરંતુ હવે થાઈલેન્ડમાં કિંગનું સામ્રાજ્ય નાબૂદ કરવાની ચળવળ ચાલી રહી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:21 pm IST)