Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

" નમસ્તે " : ભારતીય સંસ્કૃતિ ફ્રાન્સમાં જોવા મળી : ફ્રાન્સની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કરનું ' નમસ્તે ' થી સ્વાગત કરાયું : એન્જેલા મર્કરે પણ સામા નમસ્તે કર્યા

પેરિસ : તાજેતરમાં ફ્રાન્સની મુલાકાતે આવેલા જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કરનું  ફ્રાન્સ પ્રેસિડન્ટ ઇમેનુએલ મેકરોએ ' નમસ્તે ' કરી સ્વાગત કર્યું હતું. એન્જેલા મર્કરે પણ સામા નમસ્તે કર્યા હતા.તથા મેકરોની પત્નીને પણ નમસ્તે કર્યા હતા. કોરોના વાઇરસના કહેરને કારણે હવે લોકો એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે નમસ્તે કરી અભિવાદન કરી રહ્યા છે.

જોકે ભારતીય સંસ્કૃતિમાં તો શરૂઆતથી જ આ પ્રથા પ્રચલિત છે.જે હવે સમગ્ર વિશ્વ અપનાવવા લાગ્યું છે.ફ્રાન્સના પ્રેસિડન્ટએ જર્મનીના ચાન્સેલરનું નમસ્તેથી સ્વાગત કરતો વિડિઓ ટવીટરના માધ્યમથી વહેતો કર્યો હતો જેને 4 લાખ લોકોએ જોયો હતો.તથા 8 હજાર લોકોએ લાઈક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈઝરાઈલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહુએ પણ પોતાના દેશના નાગરિકોને એકબીજા સાથે હાથ મિલાવવાને બદલે નામસ્તેથી અભિવાદન કરવાનો અનુરોધ કર્યો છે.

(11:38 am IST)