Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ડેમોક્રેટિક ઉમેદવાર બાઈડન પ્રેસિડન્ટ બનવા લાયક નથી : જો તે જીતશે તો દેશને બરબાદ કરી નાખશે : અમેરિકાના વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગટન : અમેરિકાના વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટને પ્રેસિડન્ટ પદ માટે લાયક ગણ્યા નથી.તેઓએ કહ્યું હતું કે  જો તે જીતશે તો દેશને બરબાદ કરી નાખશે
ટ્રમ્પે થોડા દિવસ પહેલા પણ જો બાઈડન પર કટાક્ષ કરી તેમણે નબળા ગણાવ્યા હતા.  ટ્રમ્પે બાઈડનને માનસિક રીતે થાકેલા માણસ કહ્યા હતા. તેના થોડા દિવસ પહેલા બાઈડને કહ્યું હતું કે, ટ્રમ્પની નીતિઓનું નુકસાન દેશ ભોગવી રહ્યો છે. આ ડેમોક્રેટ ઉમેદવારે કોરોના વાઈરસને અટકાવવામાં બેદરકારી દાખવવા માટે ટ્રમ્પની ટીકા પણ કરી હતી. ત્યારપછી જ ટ્રમ્પ બાઈડન પર વ્યક્તિગત હુમલા કરી રહ્યા છે.
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મહામારીના કારણે પબ્લિક રેલી બંધ થઈ ચુકી છે. હવે સોશિયલ મીડિયા અથવા ઈન્ટરવ્યૂ દ્વારા નિવેદનબાજી થઈ રહી છે. ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને એક લાંબો ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં કહ્યું હતું કે, બાઈડન મારી ટિકા કરે છે, જ્યારે તેમને આવું કરવાનો હક નથી. પહેલા તે પોતાની અંદર એક ડોકિયું કરે. તે એ લાયક નથી કે દેશની કમાન સંભાળી શકે અથવા રાષ્ટ્રપતિ બની શકે. માનસિક રીતે તે થાકેલી વ્યક્તિ છે. જો આવી વ્યક્તિ દેશના રાષ્ટ્રપતિ બનશે તો તે દેશને બરબાદ કરી દેશે.  
બાઈડને હમણાં જ આપેલા એક ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે એમની વાતો જરા ધ્યાનથી સાંભળો. તે શું કહે છે. શું આપણી પર લગાવાઈ રહેલા ટેક્સ ત્રણ ગણા વધારી શકે છે. અથવા શું આપણે પોલીસના ફંડિંગને અટકાવી શકીએ છીએ. તેઓ કહે છે કે દેશમાં ધર્મનું કોઈ મહત્વ નથી રહ્યું. શું લોકો આને સ્વીકારશે.
ટ્રમ્પને એક સવાલ સર્વે વિશે પણ પુછવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, બાઈડન ટ્રમ્પ કરતા થોડા આગળ નીકળી ગયા છે. આ સવાલ અંગે ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા. તેમણે કહ્યું કે, જે સર્વેની વાત કરવામાં આવી રહી છે, તે ખોટો છે. વ્હાઈટ હાઉસે પણ સર્વે કરાવ્યો છે. જેમાં ઘણા લોકો આગળ છે. તમામ મહત્વના રાજ્યોમાં અમે આગળ છીએ. એટલા માટે આ સર્વે પર ધ્યાન ન આપવું જોઈએ. આ બધુ લોકોને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવી રહ્યું છે
ટ્રમ્પે કહ્યું કે, તમે જે પ્રકારના સવાલ મને પુછી રહ્યા છો. અથવા જે પ્રકારે ઈન્ટરવ્યૂ લઈ રહ્યો છો. એવી રીતે ક્યારેક બાઈડનનું પણ કરો. એ થોડીક જ વારમાં મમ્મી મમ્મી કરીને બૂમો પાડવા લાગશે. એ કહેશે કે મને ઘરે લઈ જાવ. સવાલ એ છે કે શું બાઈડન એટલા સક્ષમ છે કે દેશને ચલાવી શકે. જો નહીં તો પછી લોકોએ વિચારવું પડશે.

(12:37 pm IST)