Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

હવે ચીનના નાગરિકોને ભારતના વિઝા આપતા પહેલા સિક્યુરિટી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ફરજીયાત : ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને કારણે સરકારે લીધેલું કડક પગલું

ન્યુદિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી વિવાદને કારણે ભારત સરકારે સાવચેતીના ભાગ રૂપે કડક પગલું લીધું છે.જે મુજબ હવે ચીનના નાગરિકોને ભારતના વિઝા આપતા પહેલા સિક્યુરિટી ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું ફરજીયાત કરાયું છે. જેઓ પાકિસ્તાનમાં લાંબા સમયથી નોકરી કરે છે તેમને લાગુ પડતા વિઝા નિયમો અહીં લાગુ કરાશે.
દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ તેમજ સાંસ્કૃતિક કેન્દ્રોમાં ચીનનો પ્રભાવ તેમજ વગ વધી રહ્યા છે ત્યારે સુરક્ષા એજન્સીઓ દ્વારા ચિંતા વ્યક્ત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. આને કારણે હવે ચીનની શિક્ષણ સંસ્થાઓ સાથે સહયોગ ધરાવતી ભારતીય યુનિવર્સિટીના કામગીરીમાં નોંધપાત્ર ઘટાડો થશે અને અંકુશો આવશે. બંને દેશની શિક્ષણ સંસ્થાઓ વચ્ચે કરવામાં આવેલા ૫૪ MOU ની પણ સમીક્ષા કરાશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:15 pm IST)