Gujarati News

Gujarati News

News of Monday, 20th July 2020

ભારત સાથે સંઘર્ષ કરવા બદલ ચીન વિરુદ્ધ અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ : ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થી ,શ્રી રો ખન્ના ,સહીત 9 પ્રભાવશાળી સાંસદોએ પ્રસ્તાવ રજૂ કર્યો

વોશિંગટન : ભારત સાથે સરહદી વિવાદ છેડવા અને શક્તિ પ્રદર્શન કરવા બદલ અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ રજુ કરાયો છે.જેમાં ચીનને સરહદ ઉપર શક્તિ પ્રદર્શન કરવાને બદલે મંત્રણા દ્વારા પ્રશ્ન હલ કરવા અનુરોધ કરાયો છે.
ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રાજા ક્રિષ્નામૂર્થીની આગેવાની હેઠળ 9 પ્રભાવશાળી સાંસદોએ આ પ્રસ્તાવ રજૂ કર્યો છે.જેમાં શ્રી રો ખન્ના ,ફ્રેન પેઈલોને ,ટોંસુઓજી ,ટેડ યોહો ,જોર્જ હોલ્ડિંગ ,શીલા જૈક્સન ,હૈલી સ્ટીવન્સ ,તથા સ્ટીવ ચાબોટનો સમાવેશ થાય છે.

 

(8:50 pm IST)