Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ( IACFNJ ) ના ઉપક્રમે ન્યૂજર્સીમાં ઉમંગભેર નવરાત્રી ઉત્સવ ઉજવાયો : 15 તથા 16 ઓક્ટોબરના રોજ કરાયેલી જાજરમાન ઉજવણીમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા : મહેશ મેહતા તથા બૉલીવુડ પૉપ સિંગર પ્રીતિ અને પિંકીએ લાઈવ મ્યુઝિકના સથવારે ખેલૈયાઓને ઘુમાવ્યા

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ઈન્ડો અમેરિકન કલચરલ ફાઉન્ડેશન ( IACFNJ ) ના ઉપક્રમે ન્યૂજર્સીમાં ઉમંગભેર નવરાત્રી ઉત્સવ ઉજવાઈ ગયો. 15 તથા 16 ઓક્ટોબરના રોજ કરાયેલી જાજરમાન ઉજવણીમાં 3 હજાર ઉપરાંત  ભાવિકો ઉમટી પડ્યા હતા. મહેશ મેહતા તથા બૉલીવુડ પૉપ સિંગર પ્રીતિ અને પિંકીએ લાઈવ મ્યુઝિકના સથવારે ખેલૈયાઓને ઘુમાવ્યા હતા.

સાઉથ બ્રન્સવિક હાઈસ્કૂલ ,ન્યુજર્સી મુકામે સંપૂર્ણ સલામતીની વ્યવસ્થા સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણી કરાઈ હતી.જે IACFNJ ના ઉપક્રમે છેલ્લા 15 વર્ષથી નોન કોમર્શિયલ તથા પારિવારિક રીતે ઉજવવામાં આવે છે. આ વર્ષે કરાયેલી ઉજવણીમાં મહેશ મેહતા તથા બૉલીવુડ પૉપ સિંગર પ્રીતિ અને પિંકીએ લાઈવ મ્યુઝિકના સથવારે જુના તથા નવા ફિલ્મી ગીતો ,પરંપરાગત ગરબા ,દાંડિયા રાસ  ,તથા સનેડો સાથે બંને દિવસ 5 કલાક સુધી ખેલૈયાઓને ગરબે ઘુમાવ્યા હતા.

ગયા વર્ષે કોવિદ -19 ના કહેરને કારણે ઉજવણી થઇ શકી ન હોવાથી આ વર્ષે ઉજવણીમાં તમામ ઉંમરના આ આબાલ તથા વૃધ્ધો સહીત તમામ જોડાયા હતા.તેમજ રંગબેરંગી વસ્ત્રો અને વિવિધતા સાથે સહુ જોડાયા હતા.બેસ્ટ ડાન્સ ,તથા બેસ્ટ ડ્રેસ માટે બે પુરુષ તથા બે મહિલા વિજેતાઓને ઇનામો અપાય હતા. જે ભટ્ટ ફાઉન્ડેશનના શ્રી હિતેશ તથા શ્રી કીમ ભટ્ટ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યા હતા .

 

ઉજવણીમાં ભારતની વિવિધતામાં એકતાના દર્શન થતા હતા. જે મુજબ ટ્રીસ્ટેટમાં વસતા ભારતના જુદા જુદા રાજ્યોના વતનીઓ તેમજ એશિયન અમેરિકન નાગરિકો પણ જોવા મળ્યા હતા. રાસ ગરબામાં શામેલ થયેલા સ્થાનિક સ્કૂલો તથા કોલેજોના સ્ટુડન્ટ્સે આકર્ષણ જમાવ્યું હતું.બંને દિવસ દુર્ગા માતાની આરતી કરાઈ હતી તથા પ્રસાદ વિતરણ કરાયું હતું.

શણગારેલા સ્ટેજ ઉપર મુકાયેલી અંબા માતાની મૂર્તિ જાણે કે ભારતમાં જ નવરાત્રી ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવી અનુભૂતિ કરાવતી હતી.મોઢામાં પાણી લાવી દે તેવી સ્વાદિષ્ટ વાનગીઓના સ્ટોલ ,ઉપરાંત વસ્ત્રો ,જવેલરી સહિતના સ્ટોલ ઉપર ભારે ભીડ જોવા મળી હતી.

બંને દિવસ કરાયેલી ઉમંગભેર ઉજવણીમાં સ્થાનિક વ્યાવસાયિકો ,કોમ્યુનિટી લીડર્સ ,ચૂંટાઈ આવેલા રાજકીય આગેવાનો સહિતનાઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો ઉત્સવ જોઈને IACFNJ ની પ્રવૃત્તિને બિરદાવી હતી.

ઉત્સવમાં હાજરી આપનાર સ્થાનીક તથા રાજ્યકક્ષાના ચૂંટાઈ આવેલા અધિકારીઓ સાઉથ બ્રન્સવિક મેયર ચાર્લ્સ કાર્લે તથા ડેપ્યુટી મેયર જો કેમેરોટા ,એસેમ્બલીમેન તથા સ્ટેટ સેનેટ ઉમેદવાર એન્ડ્ર્યુ ઝવીકર મિડલસેક્સ કાઉન્ટી કમિશનર શાંતિ નારા ,મોન્ટેસરી પૂર્વ મેયર તથા એસેમ્બલી કેન્ડિડેટ સદફ જાફર ,  સાઉથ બ્રન્સવિક સ્કૂલ સુપ્રિટેન્ડન્ટ સ્કોટ ફેડર , સાઉથ બ્રન્સવિક સ્કૂલ બોર્ડ પ્રેસિડન્ટ બેરી નાથાનસન ,સાઉથ બ્રન્સવિક સ્કૂલ બોર્ડ મેમ્બર માઈક મિચેલ ,જોયસ મેહતા ,તથા સ્મિતા રાજ ,IACFNJ ટીમના હોદેદારો ચેરમેન શ્રી રાઓજીભાઈ પટેલ ,પ્રેસિડન્ટ ડો.તુષાર પટેલ ,વાઇસ પ્રેસિડન્ટ શ્રી મહેશ પટેલ ,તથા શ્રી મેક શાહ ,સેક્રેટરી સુશ્રી સુરભી અગરવાલ , ટ્રેઝરર શ્રી રાજેશ પટેલ ,ટ્રસ્ટીઓ શ્રી હિતેશ પટેલ ,રેવો નાવની ,તથા શ્રી જાધવ ચૌધરી , તથા સમગ્ર કમીટી તથા વોલન્ટીયરસે ઉત્સવને સફળતા પૂર્વક સંપન્ન કરાવવા જહેમત ઉઠાવી હતી.

મીડિયા સ્પોન્સર તરીકે ઇન્ડુસ ટીવી ,ટીવી  પરીખ વર્લ્ડવાઇડ મીડિયા, આઇટીવી ગોલ્ડ, અકિલા ન્યૂઝ.કોમ, હી ઇન્ડિયા, સેન્ટિનલ એસબી/એનબી,ગુજરાત દર્પણ, દિવ્ય ભાસ્કર, રેડિયો ઝિંદગી અને ગુજરાત સમાચાર.સહિતનાઓએ સેવા આપી હતી.

વિશેષ માહિતી www.IACFNJ.org દ્વારા અથવા ડો.તુષાર પટેલના કોન્ટેક નંબર 848 -391 -0499  દ્વારા મેળવી શકાશે.

(10:17 pm IST)