Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

કોવિદ નહીં પણ ' NOVID -19 ' એક્ટ ' : નવા કોરોના વાયરસના જોખમથી યુ.એસ.ને સુરક્ષિત રાખવા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિ NOVID -19 એક્ટ સંસદમાં રજૂ કરશે : મધ્યમ આવક ધરાવતા દેશોની 60 ટકા વસતિને કોવિદ -19 રસીકરણ માટે ભંડોળ પૂરું પાડવાની જોગવાઈ કરવાનો હેતુ

વોશિંગટન : નવા કોરોના વાયરસના જોખમથી યુ.એસ.ને સુરક્ષિત રાખવા  ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્તિએ  19 મે ના રોજ જણાવ્યું હતું કે તેઓ નવો NOVID -19 એક્ટ સંસદમાં રજૂ કરશે . આ એક્ટની જોગવાઈ મુજબ  મધ્યમ આવક ધરાવતા દેશોની 60 ટકા વસતિને કોવિદ -19  રસીકરણ માટે ભંડોળ પૂરું પાડવાની જોગવાઈ છે.

આ એક્ટના કારણે ભારત, આર્જેન્ટિના તથા  અન્ય દેશોને અમેરિકન સહાય દ્વારા કોવિદ -19 વિરુદ્ધ રક્ષણ આપવા રસીકરણનો જથ્થો વધારવામાં આવશે. જેનાથી ખતરનાક નવા રૂપોનું જોખમ ઘટશે, તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે. કૃષ્ણમૂર્તિએ એએનઆઈને કહ્યું હતું કે  આજે હું ભંડોળ પૂરું પાડવા માટે કાયદો શરૂ રજૂ કરવા માંગુ છું .જેથી અમે વિશ્વના મધ્યમ આવકવાળા દેશોની 60 ટકા વસ્તીને રસી આપી શકીએ. કોવિડથી છૂટકારો મેળવવાનો આ જ રસ્તો છે .તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:22 pm IST)