Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તથા ઝેરોક્સ ભારતની વહારે : કોવિડ રાહત માટે 30,000 વેન્ટિલેટર તથા 13,000 મોનિટર મોકલ્યા

વોશિંગટન : ભારતમાં કોરોના વાઇરસ સુનામી વચ્ચે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન તથા ઝેરોક્સ ભારતની વહારે  આવ્યા છે.જેઓએ 30,000 થી વધુ સિંગલ યુઝ, સ્વ-સંચાલિત વેન્ટિલેટર અને 13,000 મોનિટર ભારતને મોકલ્યા છે . એનજીઓ દ્વારા ભારતમાં “COVID-19 દર્દીઓને સહાય કરવા સરકારની અપીલના તાત્કાલિક પ્રત્યુત્તરમાં, ઝેરોક્સ તરફથી મળેલ દાન સાથે અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશને ઉપરોક્ત રાહત રવાના કરી છે.

મેટલાઇફ ફાઉન્ડેશનના સહયોગથી ફેડએક્સ દ્વારા મોકલવામાં આવેલ, વેન્ટિલેટર હેન્ડ્સ-ફ્રી ડિવાઇસ છે જેને વીજળી અથવા બેટરી દ્વારા મળતી વીજળીની પણ જરૂર નથી .  ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત હોય ત્યાં આ ડિવાઇસીસ વધુ  ઉપયોગી બનશે. દરેક સિંગલ યુઝ વેન્ટિલેટરનો ઉપયોગ 30 દિવસ સુધી થઈ શકે છે, જ્યારે મોનિટરનો ઉપયોગ ઘણી વખત થઈ શકે છે.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:46 pm IST)