Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

ખ્યાતનામ બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદના સ્વર્ગસ્થ સાત પ્રોફેસરોને રચનાત્મક શ્રધ્ધાંજલિ અને વર્ચૂઅલ પ્રાર્થના સભા યોજાઈ

ડો. એચ.એલ.પટેલ, ડો.ઓ.પી.ગુપ્તા, ડો.જે.એન.પટેલ, ડો. નાથુભાઈ પટેલ, ડો. આર. સી. પરીખ, ડો. તનુમતિબેન શાહ અને ડો. વાણીનું અવસાન :૧૯૬૯ની બેચના ડોક્ટર મિત્રોએ આ સાતે પ્રોફેસરોને શ્રધ્ધાંજલિ આપવા વર્ચૂઅલ પ્રાર્થના સભાનું આયોજન કર્યું : ૫૦૦ થી વધારે ડોક્ટરોએ ઝૂમ મિટિંગ અને ફેસબુક માં ભારત, અમેરિકા અને ઈન્લેન્ડથી શ્રધ્ધાંજલિ આપી : ડો. પ્રદીપ કણસાગરાએ બધા જ સ્વર્ગસ્થ પ્રોફેસરોને યાદ કરી મીઠી યાદો કહી

અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ, સફળતા અપાવનાર સાત  પ્રોફેસરનું તાજેતરમાં અવસાન થયું છે. જેમાં માનનીય ડો. એચ.એલ.પટેલ, ડો.ઓ.પી.ગુપ્તા, ડો.જે.એન.પટેલ, ડો. નાથુભાઈ પટેલ, ડો.આર.સી.પરીખ, ડો. તનુમતિબેન શાહ અને ડો. વાણી સાહેબનું અવસાન થયેલ છે. આ સેવાભાવી પ્રોફેસરોના માર્ગદર્શનથી જીવનમાં સફળતાના શિખરો સર કરનાર અસંખ્ય ડોક્ટર્સ વિશ્વમાં મેડિકલ સેવાઓ આપી રહ્યા છે.

૧૯૬૯ ની બેચના ડોક્ટર મિત્રોએ આ સાતે પ્રોફેસરોને શ્રધ્ધાંજલિ આપવા વર્ચૂઅલ પ્રાર્થના સભાનું આયોજન કરેલ હતું.
શરૂઆતમાં ડો. પ્રદીપ કણસાગરાએ બધા જ સ્વર્ગસ્થ પ્રોફેસરોને યાદ કરી, પ્રણામ કર્યા,  તેઓની અદભુત અને મીઠી યાદો ટુંકમાં કહી અને કાર્યક્રમમાં જોડાનાર સૌ ડોકટર મિત્રોનો આભાર માન્યો હતો.
આ પ્રાર્થના સભામાં બી. જે. મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએટ થયેલા લગભગ ૫૦૦ થી વધારે ડોક્ટરોએ ઝૂમ મિટિંગ અને ફેસબુક માં ભારત, અમેરિકા અને ઈન્લેન્ડથી શ્રધ્ધાંજલિ આપી હતી. સૌ સ્વર્ગસ્ પ્રોફેસર્સના સગાઓ પ્રાર્થના સભાના આયોજનથી  ઘણા ભાવ વિભોર થયા હતા. બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. ભરતભાઈ શાહે અને ભારત સરકારના પૂર્વ આરોગ્ય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયાએ શ્રધ્ધાંજલિ આપી હતી.
અમેરિકાના સેવાભાવી ડો. ભાણજી કુંડારિયાએ શ્રધ્ધાંજલિ આપતા બધાને જણાવ્યું હતુ કે આપણે પ્રોફેસરોની યાદીમાં જો કઈં કરી શકીએ તો તેમને સાચી શ્રધ્ધાંજલિ આપી કહેવાય. એટલે અત્યારની ખુબ જ પ્રસરેલી જીવલેણ મ્યુકોરમાયકોસીસ બીમારીને અટકાવવા માટે અને તેની સારવારમાં આપણાથી બની શકે તેટલી મદદ કરીએ. જરુરીયાત મંદ વિદ્યાર્થીઓ ને શિષ્યવૃત્તિ આપવા ડો અંત ઓલ પટેલના દીકરા ઓન્કોલોજીસ્ટ ડો  તરંગ પટેલે ઇચ્છા વ્યક્ત કરી હતી.
સ્વર્ગસ્થ ડૉક્ટરોના સગા વ્હાલાઓએ ખુબ સરસ પ્રતિભાવ આપ્યો હતો. અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે આ સુન્દર કાર્યક્રમનું આયોજનથી  તેઓના પિતાજી અને માતાજીનું બધા વિદ્યાર્થીઓએ યાદ કરી અને હ્રદયથી શ્રધ્ધાંજલિ આપી.
અંતમાં ડો. વિરેન શાહે ઘણી મહેનત કરી હતી અને અંતમાં સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
અમદાવાદના નામાંકિત સામાજિક એન્ટરપિનોર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન ઠક્કરે સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરી સોને મંત્ર મુગ્ધ કર્યા હતા.
*પ્રભુ સૌ સ્વર્ગસ્થ પ્રોફેસરોના આત્માઓને ચિર શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે સમાપન થયું હતું *

(9:34 pm IST)