Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

પાકિસ્તાનમાં 19 મી સદીમાં બંધાયેલા શીખ ગુરુદ્વારાનો જીર્ણોધ્ધાર કરાશે : ખૈબર પખ્તુનખા સરકારે કામગીરી હાથ ધરી : ધાર્મિક પર્યટનને વેગ આપવાનો હેતુ

પેશાવર : પાકિસ્તાનમાં 19 મી સદીમાં બંધાયેલા શીખ ગુરુદ્વારાનો  જીર્ણોધ્ધાર કરાશે . જે માટે ખૈબર પખ્તુનખા સરકારે કામગીરી હાથ ધરી છે.

પાકિસ્તાનની ખૈબર પખ્તુનખ્વાહ સરકારે 19 મી સદીના ગુરુદ્વારાનો જીર્ણોધ્ધાર કરવાનું કામ હાથ ધર્યું છે, જેના નવનિર્માણ પછી ભક્તો માટે ખોલવામાં આવશે. અધિકારીઓએ આ માહિતી આપી હતી .માનસેરા જિલ્લામાં સ્થિત આ ગુરુદ્વારા શીખ શાસક હરિસિંહ નલવાના શાસનકાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું.  ગુરુદ્વારા હાલમાં બંધ છે અને અસ્થાયી પુસ્તકાલય તરીકે ઉપયોગમાં લેવાય છે.

પ્રાંતીય સરકારે કહ્યું કે ગુરુદ્વારાના પુનરોધ્ધારથી  ધાર્મિક પર્યટનને વેગ મળશે અને વિશ્વભરમાંથી શીખ ભક્તો અહીં આવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:24 pm IST)