Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ઓક્સફર્ડ સ્ટુડન્ટ્સ યુનિયનની પેટા-ચૂંટણીમાં ભારતીય મૂળની છાત્રા અન્વી ભુતાની પ્રમુખ તરીકે વિજેતા

લંડન : ઓક્સફર્ડ સ્ટુડન્ટ યુનિયનની પેટા-ચૂંટણીમાં ભારતીય મૂળની છાત્રા અન્વી ભુતાની પ્રમુખ તરીકે વિજેતા થઇ છે. યુનિવર્સિટીની મેગાડાલેન કોલેજની    માનવ વિજ્ઞાનની સ્ટુડન્ટ અન્વી ભુતાનીને  વિદ્યાર્થી સંઘની પેટા-ચૂંટણીમાં વિજેતા જાહેર કરાઈ છે. સ્ટુડન્ટ્સ યુનિયનમાં વંશીય ભેદભાવ વિરુદ્ધ સમાનતા અભિયાનની સહ અધ્યક્ષ અને ઓક્સફર્ડ  ઇન્ડિયા સોસાયટીના અધ્યક્ષ, અન્વી ભુતાની 2021-22 શૈક્ષણિક સત્રની પેટા-ચૂંટણીમાં ઉમેદવાર હતા.તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)