Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ઇન્ડિયન અમેરિકન એટર્ની શ્રી નિમેશ પટેલે ફરીથી કાઉન્સિલર બન્યા : જ્યોર્જિયાના કેનેસો સિટી કાઉન્સિલે ખાલી પડેલી જગ્યા ઉપર સર્વાનુમતે નિમણુંક કરી

જ્યોર્જિયા : ઇન્ડિયન  અમેરિકન એટર્ની શ્રી નિમેશ પટેલે ફરીથી કાઉન્સિલર બન્યા છે. 17 મે ના રોજ જ્યોર્જિયાના કેનેસો સિટી કાઉન્સિલે
પૂર્વ કાઉન્સિલમેન શ્રી પટેલને પોસ્ટ 5 ની બેઠક માટે સર્વાનુમતે નિમણુંક આપી હતી. જેને ડેવિડ બ્લિન્કહોર્ન દ્વારા ખાલી કરાઈ હતી . એટલાન્ટા જર્નલ-બંધારણ મુજબ 31 મી ડિસેમ્બરના રોજ સમાપ્ત થનારી મુદત સુધી તેઓ હોદ્દો સંભાળશે .

નવેમ્બર 2017 માં ચૂંટાયેલા બ્લિન્કહોર્નએ  સ્ટેટ હાઉસ રીપ્રેસેન્ટેટિવ તરીકે ડિસ્ટ્રિક્ટ 34 માં યોજાનારી ખાસ ચૂંટણી માટે 5 મે ના રોજ  ઉમેદવારીની ઘોષણા કરી હતી .જેથી તેમની ખાલી પડેલી જગ્યા ઉપર શ્રી પટેલને નિમણુંક આપવામાં આવી છે.  

કાઉન્સિલર તરીકે બીજીવાર નિમણુંક મળતા શ્રી પટેલે ખુશી વ્યક્ત કરી હતી. તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:39 pm IST)