Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ સ્તુતિ ચેટર્જી વ્હિટબેક મેમોરિયલ એવોર્ડ વિજેતા ઘોષિત : યુનિવર્સિટી ઓફ અરકાનસસે 2021 એડવર્ડ એલ. વ્હિટબેક મેમોરિયલ એવોર્ડ માટે પસંદગી કરી

અરકાનસસ : ઇન્ડિયન  અમેરિકન સ્ટુડન્ટ સ્તુતિ ચેટર્જીને વ્હિટબેક મેમોરિયલ એવોર્ડ વિજેતા ઘોષિત કરાઈ છે. લિટલ  રોક ખાતેની યુનિવર્સિટી ઓફ અરકાનસસે 2021 એડવર્ડ એલ. વ્હિટબેક મેમોરિયલ એવોર્ડ માટે તેની પસંદગી કરી  છે.

ફ્રેન્ક એલ. અને બેવરલી વ્હિટબેકએ તેમના પુત્ર એડવર્ડ લિન વ્હિટબેકની યાદમાં આ એવોર્ડ શરૂ કર્યો છે. જે 1965 માં તેમના મૃત્યુ સમયે, લિટલ રોક યુનિવર્સિટીના વરિષ્ઠ હતા. દરેક એવોર્ડ વિજેતાને  વ્યક્તિગત તકતી અને નાણાકીય એવોર્ડ આપવામાં આવે છે.

વ્હિટબેક એવોર્ડ ગ્રેજ્યુએશન કરી રહેલા સિનિઅરને આપવામાં આવે છે, ડોનાગી સ્કોલર્સ ઓનર્સ પ્રોગ્રામના ડિરેક્ટર ડો. સિમોન હોકિન્સે જણાવ્યું હતું કે સ્તુતિ ઘણી બધી રીતે ઉત્કૃષ્ટ છે, પરંતુ તે કરતાં તે પ્રેરણાદાયક છે. તે યુએ લિટલ રોકની શ્રેષ્ઠતા રજૂ કરે છે. શિક્ષણથી તેણી બદલાઈ ગઈ છે. તેણીએ ઘણું બધુ આપ્યું છે, અને તેણીએ યુનિવર્સિટી અને મોટા સમુદાયને ઘણું બધું પાછું આપ્યું છે. "તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(8:03 pm IST)