Gujarati News

Gujarati News

News of Sunday, 23rd May 2021

રાજસ્થાનના જયપુરની વહારે અમેરિકાનું ડલ્લાસ શહેર : કોવિદ -19 રાહત માટે 1 મિલિયન ડોલર ભેગા કરી દીધા

ડલ્લાસ ટેક્સાસ : રાજસ્થાનના જયપુરમાં કોવિદ -19 રાહત માટે અમેરિકાના  ડલ્લાસ શહેરમાં વસતા ભારતીયોએ 1 મિલિયન ડોલર ઉપરાંત રકમ ભેગી કરી દીધી છે. જે માટે ઇન્ડિયન અમેરિકન સીઈઓ કાઉન્સિલ અને ડલ્લાસ ફાઉન્ડેશન ઓર્ગેનાઈઝેશનનો સહયોગ મળ્યો હતો.

ડલ્લાસના મેયર એરિક જોહ્ન્સન અને ડલ્લાસ સ્થિત નેક્સ્ટટના ઇન્ડિયન  અમેરિકન સીઇઓ અને ઇન્ડિયન અમેરિકન સીઈઓ કાઉન્સિલના અધ્યક્ષ, અરૂણ અગ્રવાલ, જયપુર માટે દાન એકત્રિત કરવાના પ્રયત્નોનું નેતૃત્વ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં માસ્ક અને ગ્લોવ્સ સહિતની વસ્તુઓ માટે એક  મિલિયન ડોલર કરતા વધુ રકમ ભેગી થઇ ગઈ છે.

એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ  મેયરે પાર્ક બોર્ડમાં ફરજ બજાવતા અગ્રવાલને ભારતમાં જરૂરી એવા શહેરને ઓળખવામાં મદદ કરવા જણાવ્યું હતું. જેથી અગ્રવાલે 3.1 મિલિયનથી વધુ વસ્તી ધરાવતા જયપુર શહેરની પસંદગી કરી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(4:30 pm IST)