Gujarati News

Gujarati News

News of Sunday, 23rd May 2021

અમેરિકામાં નવેમ્બર 2020 માં યોજાયેલી ચૂંટણીઓમાં મતદાનની ફરજ બજાવવામાં ભારતીયો અગ્ર ક્રમે : કુલ ભારતીય મતદારો પૈકી 71 ટકાએ મતદાન કર્યું : એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડર પોલિસી રિસર્ચનો અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર 2020 માં યોજાયેલી ચૂંટણીઓમાં મતદાનની ફરજ બજાવવામાં  ભારતીયો અગ્ર ક્રમે રહ્યા છે. કુલ ભારતીય મતદારો પૈકી 71 ટકાએ મતદાન કર્યું હતું. જયારે જાપાનીઝ  અમેરિકન મતદારો  66 ટકા મતદાન સાથે બીજા ક્રમે આવ્યા છે.તેવું એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડર પોલિસી રિસર્ચના આંકડાઓ દ્વારા જાણવા મળે છે.

2016 ની ચૂંટણીની તુલનામાં 2020 ની સાલમાં ભારતીય મતદારોએ કરેલા મતદાનમાં 9 ટકાનો વધારો થયો હતો, જ્યારે જાપાની અમેરિકનો માટે, આ વધારો 4 ટકા હતો.

AAPI ડેટાના ભારતીય અમેરિકન ડાયરેક્ટર કાર્તિક રામકૃષ્ણને એનપીઆરને જણાવ્યું હતું કે યુ.એસ. માં જન્મેલા ઇમિગ્રન્ટ માતા-પિતાના સંતાનો એટલે કે સેકન્ડ જનરેશન મતદાન કરવામાં વધુ સક્રિય જોવા મળ્યા હતા.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(5:05 pm IST)