Gujarati News

Gujarati News

News of Sunday, 23rd May 2021

યુ.કે.ના હોમ મિનિસ્ટર સુશ્રી પ્રીતિ પટેલ ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં : યુ.એસ.ની માફક ડિજિટલ વિઝા અમલી કરશે : બ્રેક્ઝિટ પછીના ફેરફારોમાં સરહદનું ડિજિટલ રૂપે સંચાલન કરવાનો હેતુ


લંડન : યુ.કે.ના હોમ મિનિસ્ટર ભારતીય મૂળના મહિલા સુશ્રી પ્રીતિ પટેલ ઇમિગ્રેશન નીતિમાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં હોવાનું યુકેના મીડિયા અહેવાલો જણાવે છે.

તેઓ યુ.એસ.ની માફક ડિજિટલ વિઝા અમલી કરવા માંગે છે. જેનો હેતુ બ્રેક્ઝિટ પછીના ફેરફારોમાં  સરહદનું ડિજિટલ રૂપે સંચાલન કરવાનો છે. જેથી દેશમાં અને બહાર ઇમિગ્રેશનના પ્રમાણને  માપી શકાય  .

તેમણે જણાવ્યું હતું કે અમારી નવી સંપૂર્ણ ડિજિટલ સરહદ દેશમાં અને બહારના લોકોની ગણતરી કરવાની ક્ષમતા પ્રદાન કરશે . યુકેમાં કોણ આવે છે તેના પર નિયંત્રણ રાખશે .

યુકેની  હોમ ઓફિસ  2025 ના અંત સુધીમાં યુકેમાં સંપૂર્ણ ડિજિટલ પ્રવેશની પ્રક્રિયા અમલી બનાવવાની આશા રાખે છે. તેવું ઈ.ટી.દ્વારા જાણવા મળે છે.

 

(7:04 pm IST)