Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

યુ.એસ.ના મેડિસનમાં પોલીસ હુમલાનો ભોગ બનેલા સુરેશભાઈ પટેલને 1.75 મિલિયન ડોલરનું વળતર : 2015 ની સાલમાં રસ્તા ઉપર જઈ રહેલા સુરેશભાઈને પોલીસે માર મારતા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા : લકવાનો ભોગ બનેલા સુરેશભાઈને સારવારના ખર્ચ પેટે વળતર ચુકવાયું

અલબામા : ઇન્ડિયન અમેરિકન સીનીઅર સુરેશભાઈ પટેલ કે જેઓ  પોતાના પ્રથમ ગ્રાન્ડચાઈલ્ડના જન્મ સમયે 2015 ની સાલમાં યુ.એસ.ગયા હતા તેમના ઉપર યુ.એસ.પહોચ્યાના  11 દિવસ પછી, 6 ફેબ્રુઆરીના રોજ પોલીસે  હુમલો કર્યો હતો . જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા . તેઓને લકવા થઇ ગયો હતો. તેમની સારવારના તથા તેમના ઉપર ગુજરાયેલા જુલમ બદલ કોર્ટમાં દાવો દાખલ કરાયો હતો. જેના અનુસંધાને થયેલા સમાધાન મુજબ તેમને 1.75 મિલિયન ડોલરનું વળતર ચુકવાયું હતું.

રસ્તા ઉપર જઈ રહેલા સુરેશભાઈને પોલીસેરોકીને ખુલાસો પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈંગ્લીશ જાણતા નથી.પરંતુ પોલીસે તેમને લાત મારી પછાડી દીધા હતા અને માર માર્યો હતો.

તેમના પુત્ર ચિરાગે જણાવ્યું હતું કે હવે મારા પિતા કરોડરજ્જુની ઇજાને કારણે વોકર વિના ચાલી શકશે નહીં. તે હમણાં જ યુ.એસ. પહોંચ્યા હોવાથી આરોગ્ય વીમો મેળવ્યો ન હતો અને તબીબી બીલોમાં હજારો ડોલર  અટવાઈ ગયા હતા.

પટેલને તેમની ઈજાઓ માટે વળતર  મળવાથી તેઓ ખુશ થયા હતા.તથા ભગવાનનો અને  સમર્થકોનો આભાર માન્યો હતો.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:15 pm IST)