Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ઇન્ડિયન અમેરિકન સ્ટોરકીપરે ભારતનું ગૌરવ વધાર્યું : મેસેચ્યુએટ્સની મહિલાએ ફેંકી દીધેલી 1 મિલિયન ડોલરની લોટરી પરત કરી : પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

મેસેચ્યુએટ્સ : યુ.એસ.માં મેસેચ્યુએટ્સની મહિલાએ ફેંકી દીધેલી 1 મિલિયન ડોલરની લોટરી પરત કરી ઇન્ડિયન અમેરિકન સ્ટોરકીપરે ભારતનું ગૌરવ વધારી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

લીઆ રોઝ ફિગા નામક મહિલાએ  માર્ચ માસમાં લકી સ્ટોપ કન્વિનિયન્સ  સ્ટોર પરથી લોટરી  ખરીદી હતી જેની નજીક  તે કામ કરે છે.

24 મે ના રોજ બપોરના ભોજન સમયે તે ઉતાવળમાં હોવાથી ટિકિટ સ્ક્રેચ કરી ઇનામ નથી લાગ્યું તેવું  સમજી તેણે ટિકિટ ફેંકી દેવા માટે હવાલે કરી દીધી હતી. જે ટિકિટ કાઉન્ટરની પાછળ 10 દિવસ સુધી પડી રહી હતી.

સ્ટોરના માલિકના પુત્ર અભિ શાહે  જણાવ્યું હતું કે, "એક સાંજે, હું કચરાપેટીમાંથી ટિકિટ કાઢી રહ્યો હતો ત્યારે  મને ખબર પડી કે મહિલાએ પુરા  નંબર સ્ક્રેચ કર્યા નથી." "મેં નંબર સ્ક્રેચ કર્યા તો જાણવા મળ્યું કે એક  મિલિયન લખેલું  હતું."

ફિગા તેમની નિયમિત ગ્રાહક છે, તેથી તરત જ ખબર પડી  કોણે ટિકિટ મુકી હતી.  આથી શાહ ફિગાના કામના સ્થળ ઉપર ગયા. તથા પોતાના સ્ટોર ઉપર આવવા જણાવ્યું .જ્યાં જવાથી ફિગાને  ખબર પડી કે તેને 1 મિલિયન ડોલરનું ઇનામ લાગ્યું છે.જે વાત તેના માન્યામાં આવતી નહોતી.તે ખુશીની મારી ઉછળી પડી હતી.

વિજેતા ટિકિટ વેચવા માટે રાજ્યના લોટરી કમિશન તરફથી સ્ટોરને 10,000 ડોલરનું બોનસ મળે છે. ફિગાએ કહ્યું કે તેણે પરિવારને એક વધારાનું  ઈનામ આપ્યું અને બાકીની રકમ નિવૃત્તિ માટે બચત તરીકે રાખી હતી.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(7:48 pm IST)