Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કીર્ગીસ્તાનમાં ફસાયેલા ભારતના 300 મેડિકલ સ્ટુડન્ટ્સની વહારે અભિનેતા સોનુ સુદ : આવતીકાલ 22 જુલાઈના રોજ ચાર્ટર પ્લેન ઉડાન ભરશે

મુંબઈ : કોવિદ -19 ના કારણે દેશવિદેશમાં ફસાયેલા લોકોની વહારે અભિનેતા સોનુ સુદ કાર્યરત છે.તેઓ મુસાફરીની ટિકિટ ઉપરાંત રસ્તામાં પણ પ્રવાસીઓ માટે નાસ્તા તેમજ ભોજનની પણ વ્યવસ્થા કરે છે.છેલ્લા 3 મહિનાથી પ્રવાસી મજૂરોને વતનમાં પહોંચાડવા તેઓ  જહેમત ઉઠાવી રહ્યા છે.

આજરોજ તેમણે ટવીટરના માધ્યમ દ્વારા કીર્ગીસ્તાનમાં ફસાયેલા ભારતના 300 મેડિકલ સ્ટુડન્ટ્સને જણાવ્યું હતું કે ઘેર પરત ફરવાનો સમય થઇ ગયો છે.આવતીકાલ 22 જુલાઈના રોજ ચાર્ટર પ્લેન દ્વારા પરત આવવાની વ્યવસ્થા થઇ ગઈ છે.જેની વિગત તમને ઇમેઇલ કે ફોન દ્વારા મળી જશે.

(11:43 am IST)