Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

" ઓનર કિલિંગ " : પત્નીની હત્યા કરવાના આરોપસર બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાન મિતેષ પટેલને આજીવન કેદ : 2 મિલિયન પાઉન્ડ જેટલી વિમાની રકમ મેળવી ઓસ્ટ્રેલિયા ચાલ્યા જવાની બદદાનત હતી

લંડન : પત્નીની હત્યા કરવાના આરોપસર બ્રિટન સ્થિત ભારતીય મૂળના યુવાન મિતેષ પટેલને આજીવન કેદની સજા ફરમાવાઈ છે.14 મે 20218 ના રોજ તેણે પોતાના જ ઘરમાં પ્લાસ્ટિકની થેલીથી પત્નીનું ગળું દાબી દઈ હત્યા કરી નાખી હતી.લગ્ન બાદ તે અવારનવાર પત્નીને ઘરેલુ હિંસાનો પણ ભોગ બનાવતો હતો.

પોલીસ તપાસમાં જાણવા મળ્યા મુજબ ' ગે ' મિતેશને ઓસ્ટ્રેલિયાના કોઈ શખ્સ સાથે ફેસબુક દ્વારા મિત્રતા થઇ હતી.તેની સાથે તે પોતાની પત્નીના ફ્રોઝન ભ્રુણ લઇ જઈ જીવન વિતાવવા માંગતો હતો.ઉપરાંત પત્નીના વિમાની રકમ 2 મિલિયન પાઉન્ડ પણ હજમ કરી જવાની દાનત હતી.જે તમામ વિગતો તેના મોબાઈલ ફોન પરથી મળી ગઈ હતી.

નામદાર કોર્ટે તેને આજીવન કેદની સજા કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:42 pm IST)