Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ટી.વી.રિપોર્ટર ઇન્ડિયન અમેરિકન યુવતી નીના કપૂરનું અકસ્માતે કરૂણ મોત : ન્યુયોર્કમાં CBS રિપોર્ટર તરીકે સુવિખ્યાત યુવતીને નડેલો મોપેડ એક્સીડંટ જીવલેણ નીવડ્યો

ન્યુયોર્ક : યુ.એસ.ના ન્યુયોર્કમાં CBS  રિપોર્ટર તરીકે સુવિખ્યાત યુવતી 26 વર્ષીય નીના કપૂરનું મોપેડ અકસ્માતે 17 જુલાઈના રોજ કરૂણ મૃત્યુ નીપજ્યું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
તેઓ જૂન 2019 માં ન્યુયોર્કમાં CBS માં  રિપોર્ટર તરીકે  જોડાયા હતા.અને તેમના  સ્માઇલિંગ ફેસ અને સમાચાર આપવાની આકર્ષક સ્ટાઇલને કારણે સુવિખ્યાત હતા.ઉપરાંત ચેનલમાં રાઉન્ડ અપ અપાતા 3 સ્ટેટના રિજિયોનલ ન્યૂઝની જવાબદારી સંભાળતા હતા.
CBS  માં જોડાયા પહેલા તેઓ ન્યુઝ 12 માં કનેક્ટીકટ ખાતે સેવાઓ આપતા હતા.જેનો  સ્ટાફ હજુ પણ તેમને યાદ કરે છે.

(7:20 pm IST)