Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

યુ.એસ.ના મૈને સ્ટેટમાં યોજાઈ ગયેલી સેનેટર પદની પ્રાઈમરી ચૂંટણી : ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગીડીયનનો વિજય : છેલ્લી ચાર ટર્મથી રિપબ્લિકન પ્રતિનિધિના કબ્જામાં રહેલી બેઠક ઉપર ડેમોક્રેટ મહિલાએ જીત મેળવી

મૈને : યુ.એસ.ના મૈને સ્ટેટમાં યોજાયેલી સેનેટર પદની પ્રાઈમરી ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી સારા ગીડીયનનો વિજય થયો છે.તેમણે છેલ્લી ચાર ટર્મથી રિપબ્લિકન પ્રતિનિધિના કબ્જામાં રહેલી બેઠક ઉપર ડેમોક્રેટ ઉમેદવાર તરીકે  જીત મેળવી છે.
  હવે તેમના માટે નવેમ્બરમાં યોજાનારી આખરી ચૂંટણીમાં વિજેતા થવા માટેનો માર્ગ મોકળો થયો છે.
સુશ્રી સારાને સમર્થન આપતા પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બીડને પ્રિસ્ક્રિપ્શનની દવાઓ અને આબોહવા પરિવર્તન અંગે ગિડિયનના કાયદાકીય રેકોર્ડને ટાંકીને તેઓને બિરદાવ્યા છે.બીડને આ તકે અમેરિકામાં હવે ટ્રમ્પ શાસનનો અંત લાવવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે સારાને રાષ્ટ્રીય કક્ષાના ડેમોક્રેટિક આગેવાનોનું સમર્થન છે.

(6:46 pm IST)