Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

દુબઇ : 14 વર્ષના ભારતીય મૂળના સ્ટુડન્ટ સરન શશીકુમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની તસ્વીર દોરી : પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભેટ આપેલી તસ્વીરથી વડાપ્રધાન ખુશ : આભાર માન્યો : સરનના દેશપ્રેમને બિરદાવ્યો

દુબઇ : દુબઈમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના પરિવારમાંથી આવતા તથા નવમા ધોરણમાં અભ્યાસ કરતા સ્ટુડન્ટ સરન શશીકુમારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની આબેહૂબ તસ્વીર દોરી હતી.જે પ્રજાસત્તાક પર્વ નિમિતે તેમને ભેટ તરીકે મોકલી હતી.

આ તસ્વીર જોઈને વડાપ્રધાન ખુશ થઇ ગયા હતા.તથા સરનના દેશપેમને  બિરદાવતો સંદેસ મોકલ્યો હતો.તથા તેની આ કલા ચાલુ રાખવાનું કહી તેને બિરદાવ્યો હતો તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:59 pm IST)