Gujarati News

Gujarati News

News of Friday, 22nd July 2022

ફેડરેશન ઓફ ઈન્ડિયન એશોશિએશન્સ ( FIA ) ના ઉપક્રમે 21 ઓગસ્ટ, 2022 ના રોજ 40 મી વાર્ષિક ' ઇન્ડિયા ડે પરેડ ' યોજાશે : ન્યુયોર્કમાં યોજાનારી પરેડમાં પાન-ઈન્ડિયા ' પુષ્પા ' ના મેગાસ્ટાર અલ્લુ અર્જુન ગ્રાન્ડ માર્શલ તરીકે હાજરી આપશે : ભારતના 75 મા સ્વાતંત્ર્ય દિવસ ' અઝાદીકા અમૃત મહોત્સવ 'ની ઉજવણી કરાશે

ન્યુયોર્ક : ફેડરેશન ઓફ ઈન્ડિયન એશોશિએશન્સ ( FIA ) ના ઉપક્રમે 21 ઓગસ્ટ, 2022 ના રોજ 40 મી વાર્ષિક ' ઇન્ડિયા ડે પરેડ યોજાશે . ન્યુયોર્કમાં યોજાનારી પરેડમાં પાન-ઈન્ડિયા ' પુષ્પા ' ના મેગાસ્ટાર અલ્લુ અર્જુન ગ્રાન્ડ માર્શલ તરીકે હાજરી આપશે. ભારતના 75 મા સ્વાતંત્ર્ય દિવસ ' અઝાદીકા અમૃત મહોત્સવ 'ની ઉજવણી કરાશે .

40મી વાર્ષિક ભારત દિવસ પરેડ માટે NYC, FIA ની 4થી પરેડ કાઉન્સીલ મિટિંગમાં પ્રેસિડન્ટ કેન્ની દેસાઈએ ઉપરોક્ત ઘોષણાં કરી છે. તથા જણાવ્યું છે કે એફઆઈએ ના ઉપક્રમે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

પરેડનું નેતૃત્વ ગ્રાન્ડ માર્શલ અલ્લુ અર્જુન કરશે.જેની સાથે ન્યુયોર્ક મેયર એરિક એડમ્સ તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો અને હસ્તીઓ જોડાશે.

મિટિંગમાં FIA પ્રેસિડન્ટ શ્રી કેન્ની દેસાઈએ કમિટી મેમ્બર્સનો આભાર માન્યો હતો.તથા તેમની અવિરત સેવાઓને બિરદાવી હતી. FIA ચેરમેન શ્રી અંકુર વૈદ્યએ 40 મી વાર્ષિક 'ઇન્ડિયા ડે પરેડ ના ગ્રાન્ડ માર્શલ તરીકે અલ્લુ અર્જુનની પસંદગીને બિરદાવી હતી.તેવું ડાયેસ્પોરા બી વીકલી દ્વારા જાણવા મળે છે.

(1:49 pm IST)