Gujarati News

Gujarati News

News of Friday, 22nd July 2022

ટોરેન્ટો, કેનેડામાં ભક્તિ સંગીત કાર્યક્રમ યોજાયો : સાત સ્વરૂપ હવેલી પ્રોજેક્ટ માટે ફંડ રેઝિંગમાં 30,000 થી વધુ ડોલર એકત્ર થયા

પ.પુ શ્રી વર્જરાજકુમારજી મહોદયશ્રી આશીર્વાદ VYO Canada ઉપક્રમે રાજેશભાઈ શાહની આગેવાની હેઠળ સુપ્રસિદ્ધ ગાયક પ્રમેશ નંદી સુમધુર કંઠે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો

પ.પુ શ્રી વર્જરાજકુમારજી મહોદયશ્રી આશીર્વાદ VYO Canada ઉપક્રમે શ્રી રાજેશભાઈ શાહની આગેવાની હેઠળ સુપ્રસિદ્ધ ગાયક શ્રી પ્રમેશ નંદી સુમધુર કંઠે ભક્તિ સંધ્યાનો  સુંદર પ્રોગ્રામ તા. ૧૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ ટોરેન્ટો, કેનેડામાં યોજાઇ ગયો. લગભગ ૩૦૦-૩૫૦ વ્યક્તિઓ એ હાજરી આપી હતી. આ કાર્યક્રમ કેનેડા ખાતે આકાર પામી રહેલ પુષ્ટિમારગીય વૈષ્ણવો  સાત સ્વરૂપ હવેલી  પ્રોજેક્ટ માટે ખાસ ફંડ રેઝિંગ માટે ભક્તિ સંગીત સંધ્યા આયોજન કરેલ, આ કાર્યક્રમથી લગભગ 30,000 થી વધુ ડોલર એકત્રિત થયા. હતા

(9:22 pm IST)