Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

સર્ઘન કેલિફોર્નિયાના ઓરેન્જ કાઉન્ટીમાં ૨૦૧૬ થી કાર્યરત એવી " ગુજરાતી સિનીયર ફ્રેન્ડ સર્કલ " ના ઉપક્રમે સમર પીકનીક યોજાઈ : અઢી વર્ષના લાંબા ગાળા બાદ યોજાયેલ પીકનીક માં સભ્યોએ પૂર્ણ તકેદારી અને સલામતી સાથે ભાગ લઈને સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિવિધ રીતે આનંદ માણ્યો.

 દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : પ્રારંભ માં સૌ એક્બીજાને મળિને ખુશી વ્યક્ત કરી, એક-બીજાના ખબર અંતર પૂછ્યા. વ્યક્તિગત્ત સમય મળતાં પેન્ડામીકમાં સર્જાયેલ વિવિધ સમસ્યાઓ અને સમાધાનથી પરિચીત થયા. ત્યાર બાદ શ્રી ગુણવંતભાઈ પટેલે સૌને સંસ્થા વતી આવકાર્યા, હાજર સભ્યોનો શાબ્દિક પરીચય કરવ્યો તેમજ નવા જોડાયેલ સભ્યોએ તેમનો પોતનો વિશેષ પરિચય આપ્યો. સૌ માટે સ્ટેજ ખૂલ્લુ મુકવામાં આવ્યું... પ્રથમ ચંદ્રિકાબેન મિસ્ત્રી ની આગેવાની નીચે " વિવિધ યોગ મુદ્રાઓ તેમજ હાસ્ય યોગા માણીને સૌ તરોતાજા થયા. ત્યાર બાદ ગીત સંગીત બાદ રમુજી ટુચકાઓ નો દોર શરૂ થયો...જેમાં ગુણવંતભાઈ પટેલ,કાન્તિભાઈ મિસ્ત્રી,ભાનુભાઈ પંડયા, અનિલ દેસાઇ અને હર્ષદરાય શાહે સુંદર જૉક રજુ કર્યા.

          ત્યાર બાદ વાર્તા નો દોર શરૂ થયો.. હર્ષદરાય શહે " ક્યા યહી પ્યાર હૈ - શ્રી શરદ ઠાકર દ્વારા વર્ણવેલ પ્રસંગ રજુ કરી તેના વિવિધ પાસાઓની છણાવટ કરી, શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી એ તેમની વાર્તા " રક્ષાબંધન " જે આજથી ૧૨ વર્ષ પહેલાં ' ગુજરાત દર્પણ 'માં  છપાયેલ  તેની રજુઆત કરી ત્યાર બાદ ભારતીબેન પટેલ દ્વારા વર્ણવાયેલ ' સત્ય પ્રસંગ માણ્યો આ ત્રણેય વાર્તાઓ ને સૌ એ ખૂબ આનંદ પૂર્વક માણી, અને સાહિત્ય પરત્વેની રૂચીને ઉજાગર કરી.

         સંસ્થાના હોદ્દેદારો તરફથી આગામી ૧૪ ઓગસ્ટના કાર્યક્રમની રુપરેખા આપવામાં આવી. હવે સૌ મિત્રો દ્વારા ઘરેથી બનાવી લાવેલી વિવિધ વાનાગીઓ ના પટાળા ખોલવામાં આવ્યા... અતિ આનંદ સાથે સૌ સાથે મળીને આ વાનગીઓ ને ન્યાય આપ્યો, ખૂબજ ઉત્સાહ પુર્વક યોજાયેલ કાર્યક્રમની સફળતાને સૌએ બિરદાવી, પરિતૃપ્તી સાથે સૌએ એક બીજાની રજા લીધી.તેવું માહિતી:શ્રી હર્ષદરાય શાહ અને તસ્વિર:શ્રી કાન્તીભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)