Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021
ફલ્લા : શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનોજભાઇ ચાવડીયાની પુત્રીનું નિધન

ફલ્લા : અલિયાબાડા રશ્મિતાબેન રાજેશભાઇ ઝાંપડા (ઉ.૪૫) તે જામનગર જિલ્લા શિક્ષણ સમિતિના પુર્વ ચેરમેન પીપીસી કોલેજ અલિયાબાડા ધ્રોલના પૂર્વ પ્રિન્સીપાલની પુત્રી ગોપાલભાઇ, હિનાબેન, મનીષાબેન, ભાવનાબેનના મોટા બહેન રાજેશભાઇ ભીમાભાઇ ઝાંપડા (રાજકોટ)ના પત્ની, દિવ્યા, કિશન, રાનીના માતૃશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. ટેલિફોનીક બેસણુ : મનોજભાઇ ચાવડીયા (પિતા) મો. ૯૪૨૭૨ ૭૭૫૭૭, ગોપાલભાઇ ચાવડીયા (ભાઇ) મો. ૯૨૬૫૦ ૨૧૫૧૫.

વિસાવદરનાં નાની મોણપરીનાં પત્રકાર મનોજ સાદરાણીના ભાભીનું અવસાન

વિસાવદર : નાની મોણપરીનાં પત્રકાર મનોજ સાદરાણી (સેલવાસ)નાં ભાભી તથા ચિમનભાઇનાં પુત્રવધુ અને સગુણરાય (પોરબંદર)નાં ધર્મપત્નિ હંસાબેન (ઉ.વ.૫૨) તે જીગ્નેશ, હાર્દિક, ઉર્વશી, પુજાબેન ચિરાગભાઇ લાખાણીના માતૃશ્રી  તથા હસમુખભાઇ, સુભાષભાઇ કારીયાના બહેનનુ તા.૪નાં રોજ પોરબંદર ખાતે અવસાન થયેલ છે.સદગતનુ ટેલીફોનિક બેસણું-સાદડી તા.૬નાં રોજ સાંજે ૪થી ૬ રાખેલ છે.પોરબંદર મો.૯૪૨૮૪ ૩૯૭૯૦.

ફિલ્ડ માર્શલ પરિવારના સ્વ.છગનભાઇ કણસાગરાના ધર્મપત્ની સવિતાબેનનું દુઃખદ અવસાન

રાજકોટ : ફિલ્ડ માર્શલ ગ્રુપના સ્વ. છગનભાઇ નરશીભાઇ કણસાગરાના ધર્મપત્ની શ્રી સવિતાબેન છગનભાઇ કણસાગરા (ઉ.વ.૯૦) નું આજરોજ રાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે કોરોના બીમારીના લીધે દુઃખદ અવસાન થયેલ છે. સૌરાષ્ટ્રમાં ફિલ્ડ માર્શલ ગ્રુપ ઓઇલ એન્જીનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. ફિલ્ડ માર્શલ ગ્રુપના મોભી શ્રી પોપટભાઇ નરશીભાઇ કણસાગરાના તેઓ ભાભી થાય તેમના બે પુત્રો અરવિંદભાઇ અને રમેશભાઇ કણસાગરાના પરિવારને વિલાપ કરતા છોડી ગયા છે. કોરોનાને લીધે છેલ્લા ૧પ દિવસથી તેમની સારવાર ચાલતી હતી. આજે બપોરે ર વાગ્યે તેમણે દેહ છોડયો હતો.

કેશોદ માધવ જવેલર્સવાળા જીવાભાઇ રાજતીયાના માતુશ્રીનું અવસાન

કેશોદઃ કડવીબેન રાજાભાઇ રાજતીયા (ઉ.૭૦) તે માધવ જવેલર્સવાળા જીવાભાઇ રાજતીયા (મો.૯૮રપ૬ ૯પ૪૩૬) તથા પરબતભાઇ રાજતીયા (દિપાર્તી ફર્નિચર) (મો.૯૮ર૪૩ ૯ર૬૭૬) ના માતુશ્રીનું તા.૪ને મંગળવારે અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ સદ્દગતનું ટેલિફોનીક બેસણું રાખેલ છે.

આદર્શ સુશ્રાવક રાજેશભાઇ લલિતભાઇ શાહ અરિહંત શરણ પામ્યા

રાજકોટ : આદર્શ શ્રમણોપાસક શ્રી રાજેશભાઈ શાહ કે જેઓએ રાજકોટ સ્થા.જૈન મોટા સંઘમાં વર્ષો સુધી કારોબારી સદ્દસ્ય તરીકે સેવા પ્રદાન કરેલી.સુધર્મ પ્રચાર મંડળ દ્વારા ધાર્મિક પરીક્ષાઓનુ આયોજન થાય છે તેમાં રાજકોટની જવાબદારી રાજુભાઈ સુંદર રીતે સંભાળતા.તેઓના બહેન પૂ.નમ્રતાજી મ.સ. જ્ઞાન ગચ્છ સંપ્રદાયમાં દીક્ષિત થયેલા છે.પૂ.મહાત્માજી મ.સા.ના રાજુભાઇ સગા સંસારી ભાણેજ થાય. રાજુભાઈના ધર્મપત્ની અલકાબેન રાજકોટ અજરામર જૈન શાળામાં જ્ઞાન દાતા તરીકે સેવા આપે છે.

નિવૃત ડેપ્યુટી મામલતદાર મુલરાજભાઈ ભીન્ડેનું દુઃખદ અવસાન

રાજકોટઃ કરાંચીવાળા હાલ રાજકોટ નિવાસી સ્વ.મુલરાજભાઈ જીવરાજભાઈ ભીન્ડે (નિવૃત ડેપ્યુટી મામલતદાર) તે નિલાબેનના પતિ તેમજ સંજયભાઈ ભીન્ડે, (ભૂષણ ગેસ એજન્સી)ના પિતા તથા અલ્કાબેન રાજેશકુમાર ગાંધી અને ભારતીબેન ભીન્ડેના પિતા અને ફેનીલ, જેવીન ભીન્ડેના દાદા તેમજ ઉન્મતભાઈ અને હસમુખભાઈ કારીયા (એ.જી.ઓફિસર)ના બનેવી તા.૫ને બુધવારના રોજ રાજકોટ મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. સંજય મો.૯૭૨૩૯ ૯૭૨૩૯, જેનીશબેન મો.૯૯૭૯૧ ૯૨૩૯૧, ફેનીલ મો.૮૮૪૯૪ ૭૮૩૫૮, ભારતીબેન મો.૯૫૧૦૦ ૦૧૩૦૭

એકસીસ બેન્કના કર્મચારી નિતેશભાઇ હાડાનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

રાજકોટ : સોરઠીયા રજપૂત સ્વ. નિતેશભાઇ નાનજીભાઇ હાડા (ઉ.વ.૪૪) (એકિસસ બેન્ક કલેકશન વિભાગ) તે ભીમજીભાઇ રાઘવજીભાઇ હાડા (નિવૃત ફુલછાબ કર્મચારી) ના નાનાભાઇ સ્વ. નાનજીભાઇના પુત્ર અને વિમલભાઇ તથા જયેશભાઇના ભાઇ તથા બંસી અને ગુંજનના પિતાશ્રીનું તા. ૪ ને મંગળવારના અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણુ તા. ૬ ને ગુરૂવારના રાખેલ છે. નયનાબેન ભીમજીભાઇ હાડા મો. ૯૪૦૯૭ ૧૮૮૭૮,  વિમલભાઇ ભીમજીભાઇ હાડા મો. ૯પ૮૬૦ ૬૧૦૦૪, જયેશભાઇ ભીમજીભાઇ હાડા મો. ૯૪ર૯પ ૬૮રપપ, ચેતનાબેન નિતેશભાઇ હાડા મો. ૯૯૯૮૮ પ૬૪૮૭, બંસીબેન નિતેશભાઇ હાડા મો. ૮૭પ૮૮ ૦૮૦૪૩

નાગરિક બેંકના નિવૃત જુનિયર ઓફિસર પ્રદ્યુમનભાઇ જોષીનું દુઃખદ અવસાનઃ ટેલિફોનીક બેસણું

રાજકોટઃ વાલમ બ્રાહ્મણ સ્વ. શાંતિલાલ ભવાનીશંકર જોષીના પુત્ર પ્રદ્યુમનભાઇ જોષી (ઉ.વ.૬૪) (નિવૃત જુનિયર ઓફિસર રાજકોટ નાગરિક બેંક) તે કલ્પનાબેન (રૂપાબેન-નિવૃત રેલ્વે)ના પતિ અને નમ્રતાબેન સનાતનભાઇ જાની તથા ધર્મેશભાઇના પિતાતેમજ સ્વ. જનાર્દનભાઇ, સ્વ. રમેશચંદ્ર, સ્વ. ઇન્દુકુમાર અને કિર્તીકુમાર (નિવૃત રા.મ્યુ. કો.)ના ભાઇ તેમજ વિનયભાઇ, નિરંજનભાઇ અને વિજયભાઇના બનેવીતું તા. ૪/૫ના અવસાન થયું છે. હાલના સંજોગોને કારણે ટેલિફોનીક બેસણું ગુરૂવારે ૬ના સાંજે ૪ થી ૬ (ધર્મેશભાઇ-૯૯૭૯૧ ૧૪૯૦૮, કિર્તીભાઇ-૯૭૨૩૪ ૬૭૬૦૩, કલ્પનાબેન-૯૭૨૩૧ ૦૨૦૮૪) રાખેલ છે.

શાંતિલાલ શામજી સેજપાલનું દુઃખદ અવસાન : કાલે ટેલીફોનિક બેસણુ

રાજકોટ : શાંતીલાલ શામજી સેજપાલ (ઉ.વ.૭૯) તે સ્વ. શામજીભાઇ ખીમજીભાઇ સેજપાલના પુત્ર તેમજ મોતીલાલ, કેશવલાલ, મૃદલાબેનના નાનાભાઇ તથા સ્વ. દીનેશચંદ્રના મોટાભાઇ તથા રૂપેશભાઇ, મીનલબેનના પિતાશ્રી તથા જીલના દાદા તથા રેખાબેનના સસરા તથા મોરારજી ધનજીભાઇ બગડાઇના જમાઇ,   દિલીપભાઇ, રાજુભાઇ, મુકેશભાઇ, હર્ષદભાઇ, અશોકભાઇના કાકાનું તા. પ ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૬ ના ગુરૂવારે સાંજે પ થી ૬ રાખેલ છે તથા પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. રૂપેશ સેજપાલ મો. ૯૮૯૮૭ ૦૪૬૪ર, મીનલ સેજપાલ ૯૭૧૪૮ ૧૭૧૭૮, રેખા સેજપાલ ૯૬ર૪૭ પ૭૮૯૭, દીલીપ સેજપાલ ૮૧૪૦૧ ૮૧૪પ૯

અવસાન નોંધ

ડો.હર્ષદભાઈ પંડીતનું કાલે ગુરૂવારે ટેલીફોનીક બેસણું : પશુપાલન ખાતાના પૂર્વ ડે.ડાયરેકટર

રાજકોટઃ સમાજ સેવક અને પશુપાલન ખાતાના પૂ. ડે. ડાયરેકટર ડો.હર્ષદભાઈ પંડિત (ઉ.વ.૭૮) તેઓ રાજકોટ નિવાસી સ્વ.જીવરામ કાળીદાસ પંડિતના પુત્ર તથા સ્વ.મનસુખભાઈ, સ્વ.મુકુંદભાઈ તથા સ્વ.ભુપેન્દ્રભાઈના નાનાભાઈ તથા હરેશભાઈના મોટાભાઈ તેમજ સમીર પંડિત અને કોમલબેન ત્રિવેદીના પિતાશ્રીનું તા.૩ સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન સંજોગો આધીન એમનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ રાખેલ છે.

રેખાબેન ઝીંઝુવાડીયા

રાજકોટઃ રેખાબેન કાંતિલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૯) તે કાંતિલાલ લીલાધર ઝીંઝુવાડીયાના પત્ની તથા દિપાલીબેન, પૂજાબેન અને દિપકભાઈના માતુશ્રી તેમજ મુકેશભાઈ રાજપરા તથા રાજીલભાઈ ચરાડવાના સાસુ તેમજ સ્વ.પ્રભુદાસભાઈ રતિલાલ કાત્રોડિયાના પુત્રી તેમજ હરેશભાઈ (લાલાભાઈ) કાત્રોડિયા તથા ભાવેશભાઈ કાત્રોડિયાના મોટાબહેનનું તા.૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. દીપકભાઈ મો.૭૯૯૦૨ ૦૩૦૭૩, હરેશભાઈ મો.૮૪૦૧૫ ૮૬૧૨૯

કિશોરભાઈ ચોટલીયા લલિતાબેન ચોટલીયા

રાજકોટઃ ગુ.ક્ષ.કડિયા મુળ ગામ હજામચોરા હાલ રાજકોટ સ્વ.કિશોરભાઈ અરજણભાઈ ચોટલીયા તા.૧૮ રવિવાર તથા તેમના ધર્મપત્નિ લલિતાબેન તા.૩ સોમવારના રોજ તેઓ વિમલભાઈ તથા જાગૃતિબેનના માતા- પિતાનું સ્વર્ગવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૭ શુક્રવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૯૦૪૪ ૫૬૫૪૯

શોભરામજી ગોંડલીયા

રાજકોટઃ નિકાવા ગામ- સાધુ શોભરામજી પ્રેમદાસબાપુ ગોંડલીયા નિકાવાવાળા હાલ રાજકોટ રાજનગર સોસાયટી, નાના મૌવા રોડ તે મુકેશભાઈ ગોંડલીયાના મોટાભાઈ અને અમિતભાઈ તથા કેતનભાઈના પિતાશ્રી જીજ્ઞેશભાઈ તથા હિતેસભાઈ તથા કિશનભાઈ તથા ધવલભાઈના મોટાબાપુજી તા.૪ના રોજ રામચરણ પામેલ છે.

ચંદ્રીકાબેન પરમાર

રાજકોટઃ કારડીયા રાજપુત હરિસીંગભાઈ માધુભાઈ પરમારના ધર્મપત્નિ ચંદ્રીકાબેન (ઉ.વ.૫૧) તે યુવરાજના માતુશ્રી તેમજ શૈલેષભાઈ, નરેન્દ્રભાઈ અને નિલેષભાઈના ભાભી તા.૪ને મંગળવારે ગુરૂચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક  બેસણું તા.૬ને ગુરૂવારે, સાંજે ૪ થી ૬ રાખેલ છે. હરીસીંગભાઈ પરમાર મો.૯૫૮૬૪ ૮૦૧૪૪, શૈલેષભાઈ પરમાર મો.૮૧૫૫૮ ૮૧૯૧૯

સુશીલાબેન કોટેચા

રાજકોટઃ સુશીલાબેન હર્ષદરાય કોટેચા તે સ્વ.હર્ષદરાય મગનલાલ કોટેચાના પત્નિ તેમજ કલ્યાણજી તેજશી હિંડોચાના દીકરી તથા હિતેષભાઈ, ભાવનાબેન, શિતલબેન, નીલાબેન તેમજ ફાલુબેનના માતુશ્રી તા.૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક  બેસણું તથા સાદડી તા.૬ના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ઇલાબેન જોષી

રાજકોટઃ ગુજરાતી શ્રી ગૌડ માળવી બ્રાહ્મણ મૂળ ત્રાકુડા હાલ રાજકોટ સ્વ. નંદલાલ જયશંકર પંડયા (ગાંધીનગર)ના બહેન તે સ્વ.હર્ષદભાઇ અને સ્વ.રમેશભાઇના લઘુબંધુના પત્ની તે પંકજભાઇ અને પ્રવીણભાઇના ભાભીનું તા.૩ના રોજ અવસાન થયું છે. સદગતનું બંને પક્ષનુ ટેલીફોનીક બેસણું તા.૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ દરમિયાન જયોતીભાઇ ૭પ૬૭૦ ૭૧ર૬૦, પ્રવિણભાઇ ૯૯રપર ૪પ૧૦૧, દિનેશચંદ્ર ૯પ૩૭રપ૧પર૯, વિનુભાઇ ૮ર૩૮૦ ૦૧૦૦ર સમક્ષ રાખ્યું છે.

વિષ્ણુલાલ વરડાંગર

જુનાગઢઃ કેશોદ નિવાસી વિષ્ણુલાલ દેવશંકર વરડાંગર (ઉ.વ.૭ર) જે દિપકભાઇ ઉર્ફે લાલા તથા બાલકૃષ્ણ ઉર્ફે કાના તથા મનીષાબેનના પિતાશ્રી અને ભાવનગર વાળા બટુકભાઇ અને સ્વ. દિલીપભાઇના ભાઇ અને બડોદરના ચંદ્રકાંત હરીલાલ માઢક તથા ભરત હરીલાલ માઢકના બનેવીનું તા.રના રોજ અવસાન થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિના કારણે તમામ ધાર્મિક વિધી કુટુંબ પુરતી રાખેલ છે. દરેક સ્વજનોએ ટેલીફોનીક સાંત્વના આપવી.   દીપકભાઇ મો.નં. ૯૭ર૪ર ૭પ૦૮૧, બાલકૃષ્ણ મો.નં. ૮૪૦૧૮ ૭ર૬૯૧.

ઉષાબેન રાયચુરા

રાજકોટઃ ઉષાબેન રમણીકલાલ રાયચુરા (ઉ.વ.૬૮) તે રમણીકલાલ જમનાદાસ રાયચુરાના ધર્મપત્ની તે છગનલાલ મુળજી ઠકરારના પુત્રી તે કેતન, ચેતનના માતુશ્રી તે રોહનના દાદીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર ૪ થી ૬ રાખેલ છે. કેતનભાઇ ૯૮ર૪પ ૮૧૪૩૧, ચેતન ૯૪ર૭૪ ૩૧૭૮૧, પ્રફુલભાઇ ૬૩પ૪૯ ૩૪ર૪૭, ભાવીનભાઇ ૯૮૭૯પ ર૧ર૧૧.

વિનોદચંદ્ર પલાણ

રાજકોટઃ વિનોદચંદ્ર (વિનુભાઇ) હરીદાસ પલાણ (ઉ.વ.૭૭) તે રમાબેનના પતિ, નીખીલભાઇ તથા ધવલભાઇના પિતાશ્રી, મોનાબેન ધવલભાઇના સસરા તથા ચિ. હીરાંશીના દાદાનું તા.૪ ના રોજ અવસાન પામેલ છે. હાલના સંજોગોના કારણે લૌકીક ક્રિયા બંધ રાખેલ છે. સદગતનું  ટેલીફોનીક બેસણું તા.૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. નીખીલભાઇ ૯૪ર૭પ ૬૪૪ર૪, ધવલભાઇ ૯૪ર૭ર ૬૧૩૯૯.

ઇલાબેન જોષી

રાજકોટ : ગુજરાતી શ્રીગૌડ માળવી  બ્રાહ્મણ મૂળ ત્રાકુડા હાલ રાજકોટ સ્વ. નંદલાલ જયશંકર જોષીના પુત્રવધૂ અને જ્યોતિભાઈના પત્ની ઈલાબેન તે વિનુભાઈ જન્મશંકર પંડ્યા (ગાંધીનગર)ના બહેન તે સ્વ. હર્ષદભાઈ અને સ્વ. રમેશભાઈના લઘુબંધુના પત્ની તે પંકજભાઈ અને -પ્રવીણભાઇના ભાભીનું તા. ૩ ના અવસાન થયેલ છે. બંને પક્ષનું ટેલિફોનિક બેસણું  તા. ૬ ના ગુરુવારે સાંજે ૪થી ૬ દરમિયાન જ્યોતિભાઈ ૭૫૬૭૦૭૧૨૬૦, -વીણભાઈ ૯૯૨૫૨૪૫૧૦૧, દિનેશચંદ્ર ૯૫૩૭૨ ૫૧૫૨૯, વિનુભાઈ ૮૨૩૮૦ ૦૧૦૦૨ સમક્ષ રાખ્યું છે.

હેમીબેન વાઘેલા

રાજકોટઃ શ્રી કારડીયા રાજપુત સ્વ. અભેસિંહભાઈ ગંગદાસભાઈ વાઘેલાના ધર્મપત્ની હેમીબેન અભેસિંહભાઈ વાઘેલા તે ચંદ્રસિંહ, શકિતસિંહ, ઉદયસિંહ, સ્વ. કનકસિંહ, સુરસિંહ, મંગલસિંહના માતુશ્રીનું દુઃખદ અવસાન તા. ૪ મંગળવારના રોજ થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

નવિનચંદ્ર ઉમરાણીયા

રાજકોટ : લુહાર નવીનચંદ્ર કંચનલાલ ઉમરાણીયા (ઉ.વ.પ૮) તે સ્વ. કંચનલાલ જાદવજી ઉમરાણીયાના નાના પુત્ર તથા મુકેશકુમારના નાનાભાઇ અને મિસરીના પિતાશ્રી, હાર્ર્દિકના કાકા તથા વર્ષાબેન હર્ષદકુમાર આસોડીયાના મોટાભાઇ તથા જયોતિબેન શિવજીભાઇ સોલંકીના નાનાભાઇ, જેન્તીભાઇ દેવજીભાઇ પીઠવાના જમાઇનું તા. ૦૪ના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલિફોનિક બેસણું તા. ૦૬ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ભનુભાઈ પંડયા

રાજકોટઃ ભનુભાઈ (બાબુભાઈ) શામજીભાઈ પંડયા (ઉ.વ.૮૦ ગોલીટાવાળા) તે હિતેશભાઈ, આશિષભાઈ, ભરતભાઈ (મુન્નાભાઈ), જયદિપભાઈના મામાનું તા.૩ના અવસાન થયું છે. તેમનું ટેલીફોનિક બેસણું ગુરૂવાર તા.૬ના સાંજે ૪ થી ૬ રાખ્યું છે. મો.૯૯૦૯૪ ૦૨૯૮૪, મો.૮૮૪૯૬ ૮૪૦૭૬

અરવિંદભાઈ વ્યાસ

રાજકોટઃ આંબા ઔદિચ્ય ગુજરાતી સાડા ચારસો બ્રાહ્મણ ભાડલા નિવાસી હાલ મોટા લીલીયા અરવિંદભાઈ વેણીરામભાઈ વ્યાસ (નાનુભાઈ), તે સ્વ.મહેન્દ્રભાઈ, સ્વ.રમેશભાઈના નાનાભાઈ અને સ્વ.હિંમતભાઈ, બાબુભાઈ તથા સ્વ.વિનુભાઈના મોટાભાઈ તેમજ સૂર્યાબેન અશ્વિનકુમાર મહેતા (ખારચીયા), સ્વ.દિપકભાઈ અને જીજ્ઞેશભાઈના પિતાશ્રી તેમજ સ્વ.ત્રંબકભાઈ બાલાશંકર શુકલ (આંબા)ના જમાઈ તથા સ્વ.જનકભાઈ, કમલનયનભાઈ (બાબાભાઈ), પ્રકાશભાઈ બનેવીનું તા.૪ને મંગળવારે દુઃખદ અવસાન થયેલ છે. પ્રવર્તમાન સંજોગોને આધીન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે આંબા મુકામે રાખેલ છે. જીજ્ઞેશભાઈ વ્યાસ મો.૯૨૬૫૬ ૪૨૭૪૨, મો.૯૯૧૩૨ ૮૬૮૪૬, અશ્વિનકુમાર મહેતા મો.૯૭૨૫૭ ૨૫૪૦૯, બાબુભાઈ શુકલ મો.૯૮૨૫૪ ૨૩૫૩૧, પ્રકાશભાઈ શુકલ મો.૯૯૭૪૯ ૨૨૬૧૧

વસંતભાઈ સંઘાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રાજકોટ  નિવાસી વસંતભાઈ નાથાલાલ સંઘાણી (ઉ.વ.૫૪) તે કિરીટભાઈ, જશુભાઈ, સ્વ.વીણાબેન રમણિકલાલ માલવીયા (અમ્રાવતી), ગં.સ્વ.હંસાબેન ચિમનલાલ ચુડાસમાના (મહુવા)નાનાભાઈ તેમજ રાજુભાઈ સંઘાણીના મોટાભાઈ, તે નવિનભાઈ વ્રજલાલ ચુડાસમાના જમાઈ તે શિવાની, ક્રિષ્ના, શ્રૃતિના પપ્પા તા.૩ના શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ ૪ થી ૬ કલાકે રાખેલ છે. કિરીટભાઈ મો.૯૩૭૪૧ ૦૬૫૬૮, જશુભાઈ મો.૯૪૨૬૧ ૬૦૬૮૫, રાજુભાઈ મો.૯૨૬૫૨ ૪૪૩૯૫, ચેતનભાઈ ચુડાસમાં મો.૯૭૨૨૧ ૫૯૧૧૧

ગીતાબેન બક્ષી

રાજકોટઃ ગં.સ્વ. ગીતાબેન (ગોમતી) પુરણભાઇ બક્ષી તે સ્વ. પુરણભાઇ બક્ષીનાં પત્ની તથા સ્વ. બાબુપરી હરીપરી ગૌસ્વામીના પુત્રી તથા ધીરજપરી, જગદીશપુરી, પરેરપરી, મંજુલાબેન, પ્રેમીલાબેન, જમનાબેન, પરીસીમાબેન, સ્વ. હેમલતાબેનના મોટા બહેનનું તા.૪ ના રોજ અવસાન થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ ના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. કુશલપરી-૯૮ર૪૯ ૪૮૪૮૦, જગદીશપરી-૯૯ર૪૪ ૩૪પ૬૦, વૈભવપરી-૭૭૭૭૯ ૮૬૮૧૬

રજનીકાંતભાઇ માંકડ

રાજકોટઃ નિવાસી રજનીકાંતભાઇ મહાસુખરાય માંકડ (ઉ.૮૬) (નિવૃત વહીવટી અધિકારી સરકારી હોસ્પીટલ-રાજકોટ) જે .સ્વ. વસુમતીબેન મહેન્દ્રરાય ઢેબર, માલતીબેન ભાસ્કરરાય ધોળકીયા સ્વ. ભુપતભાઇ મહાસુખરાય માંકડના ભાઇ, પરાગ ભાસ્કરરાય ધોળકીયાના મામાં તે હિતેષભાઇ રજનીકાંત માંકડ તેમજ શીતલ કોકિલાભાઇ માંકડના પિતાશ્રી તે નીલકંઠભાઇ, રાજેશભાઇ, ઓમકારભાઇ ધોળકીયા, ભગવતીબેન તારકેશ પ્રસાદ વૈષ્ણવ, રક્ષાબેન, નરેશકુમાર, પ્રોટા અને પુર્ણીમાંબેન અતુલકુમાર હાથીના બનેવીનું તા.૪ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ ના ગુરૂવારે સાંજે પ થી ૬ દરમ્યાન રાખેલ છે. હિતેષ રજનીકાંત માંકડ મો.૯૮ર૪ર ૮૧૮૯૦, શીતલ કોકિલભાઇ માંકડ-૯૭ર૬૮ ૦૦૩૦૦, હિમાં હિતેષભાઇ માંકડ-૯૭૮૦૯ ૦૯૯૮ર

હિતેષભાઇ મહેતા

રાજકોટઃ હિતેષભાઇ ચંદુલાલ મહેતા (અંબીકા ઇમીટેશનવાળા) તે ચંદુલાલ આણંદજી મહેતાના પુત્ર બીનોપ તથા ઇશીતા, રૂષભ ધ્રુવના પિતા વિમલ દિલીપ નરેન્દ્ર અતુલના ભાઇ પન્ના ગાંધી, હિના શાહ, દક્ષા મહેતા, હેમા શાહના ભાઇ સ્વ. ધીરજલાલ હરીભાઇ ડગલીના જમાઇ મહેન્દ્ર, પ્રકાશ, નીતીનના બનેવીનુ ટેલીફોનીક બેસણું શુક્રવારે તા.૭ સવારે ૧૦ થી ૧ર રાખેલ છે.  મો. ૯૬૩૮૧ ૬ર૩૮૧ -૯૭ર૪૪ ૭૯૬૭ર

હર્ષદરાય પંડયા

રાજકોટઃ ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ (ગામોટ) મુળ મોરબી હાલ-રાજકોટ હર્ષદરાય મુળવંતરાય પંડયા(રિટાયર્ડ રેલ્વે ઇલે.) (ઉ.૬પ) તે સ્વ. મુળવંતરાય એમ.પંડયાના પુત્ર તથા દિલીપભાઇ એમ. પંડયાના મોટાભાઇ અને હંસાબેન એચ.પંડયાના પતિ તથા સમીરભાઇ, જલપરીબેન અને દિપમાલા, ધર્મેશ ત્રિવેદીના પિતાશ્રી તથા હાર્દિકભાઇના ભાયજી અને સ્વ. જયસુખલાલ પી.ત્રિવેદી (નાથુસાહેબ) માળિયા મિયાણાના જમાઇનું તા.૪ મંગળવારના રોજ કૈલાશવાસ થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક ઉઠમણું તથા બેસણું તા. ૭ શુક્રવારના રોજ ૪ થી ૬ રાખેલ  છે. હાલના સંજોગોના કારણે લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. દિલીપભાઇ પંડયા-૯૮૯૮૬ ર૭૧૧૬, સમીરભાઇ પંડયા-૯૭ર૪૦ ૯૪૮૭૬, જલપરી પંડયા-૭૯૮૪૦ ૧પ૬ર૯, કમલેશભાઇ ત્રિવેદી(મામા)-૯૪ર૮ર ૮૯ર૩૯

ઈન્દુબેન અઘેરા

ઉપલેટાઃ વાણંદ ધીરજલાલ બાબુલાલ અઘેરા એસ.ટી. કર્મચારીના ધર્મપત્નિ સ્વ. ઈન્દુબેન ધીરજલાલ અઘેરા (ઉ.વ. ૬૩) તે રાજુભાઈ તથા કેતનભાઈ તથા પ્રવિણાબેન મનોજભાઈ શીશાંગીયા (જૂનાગઢ)ના માતુશ્રીનું તા. ૩ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણુ રાખેલ છે.

દેવજીભાઈ વિરમગામા

રાજકોટઃ દેવજીભાઈ મગનભાઈ વિરમગામા મૂળ ગામ બામણબોર હાલ રાજકોટ તે હસુબેનના પતિ તથા મહેશભાઈ અને ગૌરાંગભાઈ તથા સંગીતાબેન અશોકકુમાર ભારદીયા, પ્રજ્ઞાબેન અશ્વિનકુમાર અંબાસણા, પાયલબેન ઘનશ્યામકુમાર જમનાપરા, દેવલબેન નિરજકુમાર વડગામા, ક્રિષ્નાબેન જસ્મીતકુમાર દુદકીયાના પિતા, તે વલ્લભભાઈ ગણેશભાઈ પંચાસરા, જેન્તીભાઈ ગણેશભાઈ પંચાસરા, હસુભાઈ ગણેશભાઈ પંચાસરા, રમેશભાઈ ગણેશભાઈ પંચાસરા અને દયાબેન હરીભાઈ સીનરોજા, સ્વ. શારદાબેન દિનેશભાઈ જોલાપરાના બનેવીનું અવસાન થયેલ છે. લૌકીકક્રિયા તથા બેસણુ રાખેલ નથી. ટેલીફોનિક બેસણુ બન્ને પક્ષનું તા. ૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મહેશભાઈ મો. ૯૯૨૪૮ ૪૪૨૪૯, ગૌરાંગભાઈ મો. ૯૬૮૭૦ ૫૦૫૦૧, વલ્લભભાઈ મો. ૯૯૧૩૫ ૪૦૩૦૬, જેન્તીભાઈ મો. ૯૫૮૬૭ ૭૩૦૨૩, હસુભાઈ મો. ૯૮૨૫૦ ૭૭૦૩૨, રમેશભાઈ મો. ૯૦૩૩૦ ૭૨૨૭૨

મીનાબેન કોટક

મોરબીઃ મીનાબેન દિલીપભાઈ કોટક (ઉ.વ. ૬૪) તે દિલીપભાઈ કેશવલાલ કોટકના પત્ની તેમજ જેન્તીલાલ પાનાચંદ કાથરાણીના પુત્રી તથા હિમાંશુ તથા પ્રીતિ કેતન જંટણીયા (જામનગર), ડીમ્પલ ભાવિન મહેતા (મોરબી)ના માતા તેમજ વિશ્વા કોટકના સાસુમાં તેમજ પ્રાચી અને વ્રીશાના દાદીમાં તા. ૨ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્ગતનું બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણુ તા. ૭ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

ભનુભાઇ કંડોલીયા દુધીબેન કંડોલીયા

લુણાગરા નિવાસી ખાંટ (રાજપુત) ભનુભાઇ સવાભાઇ કંડોલીયા (દલાલ) તે મગનભાઇ,   પ્રવિણભાઇના પિતાશ્રીનું તા. ૪ મંગળવારે અવસાન થયેલ છે.  તેમજ દુધીબેન ભનુભાઇ કંડોલીયાનું તા. ૩ સોમવારે અવસાન થયેલ છે.

આનંદભાઈ પારેખ

મોરબીઃ આનંદભાઈ પારેખ (ઉ.વ. ૪૫) તે હેમલતાબેન શાંતિલાલ પારેખના પુત્ર તેમજ રમાબેન પ્રતાપભાઈ શેઠના જમાઈ તેમજ રીનાબેનના પતિ અને ગીરીમાના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયું છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રજનીભાઈ માવાણી

રાજકોટઃ દશા સોરઠીયા વણિક રજનીભાઈ રણછોડદાસ માવાણી (ઉ.વ.૭૯) તે શિલ્પા, રૂપા, સોના, નીતુ, શ્વેતાનાં પિતાશ્રી તથા ઓનિલભાઈ, મોન્ટુભાઈ અને અમિતભાઈનાં કાકાશ્રી તા.૪ને મંગળવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

રમાબેન ઝીંઝુવાડીયા

રાજકોટઃ ગો.વા. સોની રમાબેન કિશોરભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૬૨) તે ગો.વા. સોની વૃજલાલભાઈ ભુદરજીભાઈ ઝીંઝુવાડીયાના પુત્રવધુ તથા સ્વ.સોની કિશોરભાઈ વૃજલાલભાઈ ઝીંઝુવાડીયાના ધર્મપત્નિ તથા વિવેક, હાર્દિક, ક્રિષ્નાબેન મુકેશકુમારના માતુશ્રી તથા કેશવલાલ ખીમજીભાઈ વેડીયાના પુત્રી તા.૨૯ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક રીવાજ બંધ રાખેલ છે.

સુશીલાબેન આડેસરા

રાજકોટઃ સોની કલ્યાણજીભાઈ શામજીભાઈ આડેસરા (હડમતિયાવાળા)ના ધર્મપત્નિ સુશીલાબેન (ઉ.વ.૮૩) તે કુસુમબેન પાટડિયાના માતુશ્રી તથા હેમતભાઈના ભાભી તથા અશ્વિનભાઈ ઝવેરચંદભાઈ પાટડીયા (ભાણવડવાળા)ના સાસુ તે સ્વ.સોની પરસોત્તમભાઈ મોહનભાઈ રાણપરા (જેતપરવાળા)ના દીકરી તા.૩ને સોમવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. વર્તમાન પરીસ્થિતીને ધ્યાનમાં રાખીને લૌકિક રીવાજ બંધ રાખેલ છે.

કાંતિલાલ પંડયા

રાજકોટઃ મૂળ ઠેબાના હાલ રાજકોટ નથુ તુલસી ઔદિચ્ય ગોહિલ વાડી ગ્રંથીના કાંતિલાલ ત્રમ્બકલાલ પંડયા, તેઓ ત્રમ્બકલાલ રતનજીલાલ પંડયાના પુત્ર તથા કૈલાશભાઈ પંડયા, ગીરીશભાઈ પંડયા અને ગીતાબેન હરેશભાઈ મહેતાના પિતાશ્રી, તથા નૈમિશ પંડયા, અભિષેક પંડયાના દાદા, સદ્દગતનું બેસણું તા.૬ ગુરૂવારના રોજ તેમના નિવાસ્થાન પર સાંજે ૪ થી ૬ હાલની મહામારીના હિસાબે ટેલીફોનીક બેસણું રાખેલ છે. કૈલાશ પંડયા મો.૯૪૨૮૦ ૩૪૧૯૦, ગિરીશ પંડયા મો.૯૮૭૯૬ ૧૪૨૩૬, નીતિન પંડયા મો.૯૭૨૫૦ ૦૭૩૦૯, નૈમિશ પંડયા મો.૭૯૯૦૩ ૮૧૦૮૪, હેરશ મહેતા મો.૯૫૩૭૭ ૩૦૫૨૪, વિરલ મહેતા મો.૮૧૫૪૦ ૮૭૨૦૨

મનોજભાઇ અગ્રાવત

ધોરાજી : દલપતભાઇ જી. અગ્રાવતના પુત્ર મનોજભાઇ (ઉ.પ૦) તે પૂજન તથા ખુશાલીના પિતાતનું તા. ૪ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુરૂપ માત્ર ટેલીફોનીક બેસણું રાખેલ છે. મો. ૬૩પ૧૪ ૦૦૮પ૭

હેમકુંવરબેન ચૌહાણ

જામજોધપુર : રફાળિયા નિવાસી તાલુકો ઉપલેટા, હેમકુંવરબેન દામજીભાઇ ચૌહાણ (ઉ.વ.૭પ) તે રાજેશભાઇ તથા નિલેશભાઇ માતુશ્રી તેમજ રવિના દાદીનું તા. ૩ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનિક બેસણુ ૬ ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.

પ્રવિણચંદ્ર ભદ્રેસા

વડીયા : હાલ જેતપુર પ્રવિણચંદ્ર મોહનભાઇ ભદ્રેસા કનકાઇ ટીમ્બર માર્ટ વાળા (ઉ.૭૦) તે ભીખુભાઇ ભદ્રેસાના લઘુ બંધુ તેમજ વિનુભાઇ ભદ્રેસાના મોટાભાઇ તેમજ સંજયભાઇ ૯૮રપ૧ પ૦૯૧ર, અને વિજયભાઇ ૯૮રપ૩ ૪૯૯૧ર, ના પિતાશ્રીનું તા. ૩ ના અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૬ ને ગુરૂવારે રાખેલ છે.

અરવિંદભાઇ વ્યાસ

મોરબી : મોટાલીલીયા નિવાસી ઔ. ગુ. સા. ચા. બ્રાહ્મ મુળ ભાડલા હાલ મોટા લીલીયા (અમરેલી) નિવાસી અરવિંદભાઇ (નાનુભાઇ) વેણીરામભાઇ વ્યાસ (ઉ.૮ર) તે સ્વ. મહેન્દ્રભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. હિંમતભાઇ, બાબુભાઇ અને સ્વ. વિનુભાઇના ભાઇ તેમજ સૂર્યાબેન અશ્વિનકુમાર મહેતા (ખારેચીયા), સ્વ. દિપકભાઇ અને જીજ્ઞેશભાઇના પિતાશ્રી તથા સ્વ. ત્રંબકભાઇ બાલાશંકર શુકલ (આંબા)ના જમાઇ અને સ્વ. જનકભાઇ, કમલનયનભાઇ (બાબાભાઇ) અને પ્રકાશભાઇના બનેવી તા. ૪ ના રોજ કૈલાસવાસ પામેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૬ ને ગુરૂવારે (મો. ૯ર૬પ૬ ૪ર૭૪ર, ૯૯૧૩ર ૮૬૮૪૬, મો. ૯૭રપ૭ રપ૪૦૭, મો. ૯૮રપ૪ ર૩પ૩૧, મો. ૯૯૭૪૯ રર૬૧૧) રાખેલ છે.

પૃથ્વીરાજસિંહ જાડેજા

ઉપલેટા :. રાજકોટ નિવાસી પૃથ્વીરાજસિંહ પ્રતાપસિંહ જાડેજા (મું. મેંગણી) ઉ.૪૧ તે ઉર્મીલાબા દિગ્વીજયસિંહ જાડેજા (ઉપલેટા) ના ભાઇ તથા ક્રિશીતાબા અને નિલદિપસિંહના મામા તા. ૩ સોમવારે અવસાન પામ્યા   છે. ટેલીફોનીક બેસણુ તા. ૭ શુક્રવારે ૪ થી ૬ મો. ૯૯૦૪૯ ૬૬૪૬૬ તથા ૯૯ર૪૦ ર૯પપપ ઉપર રાખેલ છે.

વિનોદભાઈ ભટ્ટી

રાજકોટઃ નિવાસી સ્વ.મગનભાઈ પરસોતમભાઈ ભટ્ટીના પુત્ર તથા સ્વ.મધુસુદનભાઇ, મનસુખભાઈ, ચન્દ્રકાન્તભાઈ, મુકેશભાઈ તથા હરેશભાઈના ભાઈ તે જયદીપભાઈ (મો.૯૫૫૮૪ ૮૮૭૯૬) અને બિંદીયાબેનના પિતાશ્રી વિનોદભાઈ ભટ્ટીનું તા.૩ને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે.

રમણીકલાલ ત્રિવેદી

રાજકોટઃ વડિયા નિવાસી સૌરાષ્ટ્ર ત્રિવેદી મે. બ્રાહ્મણ ખાન ખીજડીયા નિવાસી રમણીકલાલ ત્રિકમજી ત્રિવેદી (ઉ.વ.૮૬) જે મુંકુંદભાઈના નાનાભાઈ તેમજ અશોકભાઈ તેમજ વિજયભાઈના પિતાશ્રીનું તા.૩ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

પંકજ પૂજારા

રાજકોટઃ કાંતિલાભાઈ પૂજારા (બટુકભાઈ) (બામણબોરવાળા)ના પુત્ર પંકજ કાંતિલાલ પુજારા (ઉ.વ.૪૫) તે નીલેશ, સમિરના ભાઈ, પ્રવિણભાઈ પ્રેમજીભાઈ સેજપાલ (ટંકારા)ના જમાઈનું  તા.૨ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

નિલાબેન ખજુરીયા

રાજકોટઃ ગં.સ્વ.નિલાબેન ખજુરીયા (ઉ.વ.૭૮) તે છગનલાલ વૃજલાલ પારેખનાં દીકરી તે સ્વ.કિશોરભાઈ જમનાદાસ ખજુરીયાનાં ધર્મપત્નિ તા.૪ને મંગળવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે. તે સ્વ.ચંદનબેન પ્રાણલાલ પારેખ, સ્વ.ચંદ્રકાંતભાઈ, સ્વ.વિનોદભાઇ, સ્વ.મહેન્દ્રભાઈ, ઉષાબેન શૈલેષભાઈ બદાણી (મુંબઈ)નાં ભાભી તે કેતનભાઈ, મનીશભાઈ, કલ્પેશભાઈનાં માતુશ્રી તે અંજલી, પૂજા, દ્રષ્ટિ, શિવાંગીનાં દાદીનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કેતનભાઈ મો.૯૮૯૮૬ ૨૩૧૦૨, મનીશભાઈ મો.૯૦૧૬૩ ૦૧૪૧૩, કલ્પેશભાઈ મો.૯૦૩૩૪ ૭૮૨૪૭

લલિતાબેન પરમાર

રાજકોટઃ સ્વ.લલિતાબેન કાંતિલાલ પરમાર (રિટાયર્ડ જીઈબી) (ઉ.વ.૮૬) તે કાંતિલાલ ટી. પરમાર (રિટાયર્ડ જીઈબી)ના ધર્મપત્નિ, રાજુભાઈ (રિટાયર્ડ પીજીવીસીએલ), હિતેષભાઈ (પીજીવીસીએલ), મનીષાબેન પરેશભાઈ પઢીયાર (રાજકોટ), નિલેશભાઈ (અમદાવાદ)ના માતુશ્રી,  ઋત્વિજભાઈ (પીજીવીસીએલ) તેમજ દર્શીતભાઈના દાદીનું દુઃખદ અવસાન થયેલ છે. હાલની વર્તમાન કોવિડ પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારના રોજ સાંજે ૫ થી ૬ રાખેલ છે. કાંતિલાલ ટી. પરમાર મો.૯૯૨૪૬ ૩૮૦૩૧, નિલેશભાઈ કે. પરમાર મો.૯૪૨૬૬ ૩૬૯૧૨, રાજુભાઈ કે. પરમાર મો.૯૯૭૮૯ ૦૯૯૯૦, ઋત્વિજ આર. પરમાર મો.૯૯૭૯૪ ૬૯૭૯૯, હિતેશભાઈ કે. પરમાર મો.૯૭૨૭૭ ૫૮૨૩૯, દર્શિત એચ. પરમાર મો.૭૮૭૪૭ ૮૭૬૦૨

હંસાબેન મહેતા

રાજકોટ : સ્વ. જીતેન્દ્રભાઇ પ્રવિણચંદ્ર મહેતાના પત્નિ હંસાબેન (ઉ.૬૭) તે કાલાવાડ નિવાસી હાલ જામનગર સ્વ. વિઠ્ઠલદાસ મોરારજી દોશીના સુપુત્રી તે સી. વિશાલ તથા ભૂમિકાબેન કમલેશભાઇ જુઠાણીના માતુશ્રી તા. ૩ ને સોમવારે અરિહંત શરણ પામ્યા છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૬ ગુરૂવારે બપોરે ૪ થી ૬ રાખેલ છે.

છગનભાઇ સોની

કોડીનાર : નિવાસી સોની છગનભાઇ મોહનલાલ કાગદડા (પીપળીવાળા) (ઉવ.૭૭) તે બટુકભાઇ (મુંબઇ)ના મોટાભાઇ તેમજ પરેશભાઇ, રાજેશભાઇના પિતાનું તા. ૩ના રોજ અવસાન થયું છે.સદગતનું ટેલિફોનીક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખ્યું છે.

ભાનુબેન સવજાણી

રાજકોટઃ ભરતભાઈ, રાજુભાઈ, સ્વ.ભાવેશભાઈ, ચંદ્રીકાબેન ધીરેન્દ્રકુમાર રૂઘાણી, પ્રફુલાબેન દિપકભાઇ વસાણી, દેવીબેન મીલનભાઈ પોબારૂ, રૂપાબેન પરેશકુમાર જીવરાજાનીના માતુશ્રી, જે નંદીશ, હાર્દીક (રઘુ), સ્વ.જીતભાઈ, જીલના દાદીમાં જે ગીરધરલાલ અમરશીભાઈ સોનછત્રાની દિકરી સ્વ.ભાનુબેન તુલસીદાસ સવજાણી (ઉ.વ.૮૧) જે સ્વ.તુલસીદાસ રામજીભાઈ સવજાણીના ધર્મપત્નિનું તા.૩ સોમવારે દુઃખદ અવસાન થયેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સવારે ૯ થી ૧૦ રાખેલ છે. બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સવારે ૯ થી ૧૦ રાખેલ છે. ભરતભાઈ મો.૯૮૨૫૦ ૩૩૯૯૫, નંદીશ મો.૯૯૨૫૦ ૦૦૦૯૧, રાજુભાઈ મો.૯૮૨૪૦ ૫૮૫૦૧, હાર્દિક (રઘુ) મો.૯૯૦૪૯ ૦૦૦૧૯, પ્રકાશભાઈ ગીરધરલાલ સોનછત્રા મો.૬૩૫૨૨ ૬૬૭૮૫

મેહુલ વોરા

રાજકોટઃ મેહુલ શશીકાંત વોરા તે રશ્મીબેન તેમજ શશીકાંત ઓતમચંદ વોરાના પુત્ર (જીએમસી માજી કર્મચારી), રાકેશભાઈ (એલઆઈસી એજન્ટ)ના નાનાભાઈ કલ્પાબેનના દિયર, યશ્વી તથા દેવના કાકા તથા સ્વ.પ્રદિપભાઈ, સ્વ.હર્ષદરાય, જયપ્રકાશભાઈ, નિતીનભાઈ તથા રંજનબેન, દિનાબેનના ભત્રીજા, સ્વ.પ્રભુદાસ લક્ષ્મીચંદ ગાંધી પરિવારના ભાણેજનું તા.૨ રવિવારના રોજ અરિહંત શરણ પામેલ છે. ઓનમચંદ બાલાચંદ વોરા પરિવાર. મો.૯૩૭૫૪ ૦૭૧૧૧

રાજેશભાઈ માણેક

રાજકોટઃ સ્વ.રાજેશભાઈ રતિલાલ માણેક (ઉ.વ.૬૧) તે દિલીપભાઈ રતિલાલ માણેક તથા પ્રફુલભાઈ રતિલાલ માણેકના નાનાભાઈ, સાગરભાઈ રાજેશભાાઈ માણેકના પિતા તથા નિલમબેનના પતિ તેમજ ત્રંબાવાળા સ્વ.લીલાધરભાઈ દેવચંદભાઈ અનડકટના જમાઈનું તા.૪ મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક ક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવાર સાંજે ૪ થી ૬ કલાકે સાગરભાઈ મો.૯૦૧૬૪ ૫૮૦૧૧, મો.૯૯૧૩૬ ૬૩૯૮૫

રાજેન્દ્રભાઈ આસોડીયા

રાજકોટઃ સ્વ.રાજેન્દ્રભાઈ જીવનભાઈ આસોડીયા (ઉ.વ.૬૦) (મુળગામ ઈવનગર, જુનાગઢ હાલ રાજકોટ) તે સરોજબેનના પતિ હરીભાઈના નાનાભાઈ, અશોકભાઈના મોટાભાઈ તેમજ દિવ્યેશ, હિતેષ તથા મીનાના પિતા તા.૩ના રોજ અવસાન થયેલ છે. જેનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬માં રાખેલ છે. મો.૯૮૯૮૪ ૪૫૬૯૦, મો.૯૯૨૫૬ ૭૨૭૪૦

જયેન્દ્રભાઈ આસોડીયા

રાજકોટઃ નિવાસી જયેન્દ્રભાઈ હસમુખભાઈ આસોડીયા (ઉ.વ.૩૯) તે સ્વ.હસમુખભાઈ દયાળજીભાઈના પુત્ર અને તે કાંતીભાઈ અને નવીનભાઈના ભત્રીજા તેમજ ક્રિશ અને કેવીનના પિતાશ્રીનું તા.૪ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૯૮૯૮૦ ૯૬૯૧૭, મો.૯૭૨૩૦ ૩૨૪૪૪

જયંતિલાલ પંડયા

રાજકોટઃ શ્રી ચા.મ.મોઢ બ્રાહ્મણ મૂળ કોટડા નાયાણી, હાલ રાજકોટ સ્વ.ગૌરીશંકર માવજીભાઈ પંડયાના પુત્ર જયંતિલાલ પંડયા (ઉ.વ.૯૨) તે સ્વ.જગદીશભાઈ, પરેશાબેન તથા રોહિતભાઈના પિતા, તપનભાઈ (રાજકોટ નાગરિક સહકારી બેંક લી.) અને ખ્યાતિના દાદા, સ્વ.ફુલશંકર કાલીદાસ ત્રિવેદી (હડાળાવાળા)ના જમાઈનું તા.૪ને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને આધીન સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે  ૪ થી ૬ રાખેલ છે. રોહિતભાઈ, મો.૯૬૨૪૧ ૪૯૨૪૪, તપનભાઈ મો.૮૩૨૦૨ ૪૬૪૦૦, નલિનીબેન મો.૭૦૧૬૪ ૩૭૫૭૯

કુસુમબેન કારીયા

રાજકોટઃ નિવાસી સ્વ.દિલીપભાઈ લક્ષ્મીદાસ કારીયાના પત્નિ કુસુમબેન દિલીપભાઈ કારીયા (ઉ.વ.૭૨) તે સ્વ.હરીલાલ કાનજીભાઈ રવાણી (જોડીયા)ના પુત્રી તથા જય દિલીપભાઈ કારીયાના માતુશ્રી તથા ભાવનાબેન દિલીપભાઈ માનસેતાના ભાભી તથા વૈશાલીબેન રવીકુમાર માણેકના મામીનું તા.૪ને મંગળવાર શ્રીજીચરણ પામેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. વર્તમાન પરીસ્થિતિને અનુલક્ષીને બન્ને પક્ષનું ટેલીફોનીક બેસણું તા.૬ ગુરૂવારે સાંજે ૫ થી ૬ રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. જય દિલીપભાઈ કારીયા મો.૯૭૧૨૦ ૨૦૧૬૧, દિપકભાઈ (કાનાભાઈ) નવીનચંદ્ર કારીયા મો.૯૮૨૫૭ ૬૫૪૮૨, સુરેશભાઈ જમનાદાસ બુધ્ધદેવ મો.૯૯૨૫૦ ૬૮૪૪૮, રવીકુમાર માણેક મો.૯૬૦૧૮ ૯૬૮૫૬, વૈશાલીબેન રવીકુમાર માણેક મો.૯૨૨૮૬ ૪૦૫૦૧, પીયર પક્ષ મયુરભાઈ હરીલાલ રવાણી મો.૯૨૨૮૬ ૪૧૫૦૯, કિર્તીભાઈ મનહરભાઈ રવાણી મો.૯૪૨૭૬ ૩૯૬૧૧,  જયેશભાઈ મનહરભાઈ રવાણી મો.૮૮૬૬૭ ૭૦૧૦૦

રતિલાલ કાંજીયા

રાજકોટઃ વાણંદ સિંધાવદર (વાંકાનેર) હાલ રાજકોટ નિવાસી સ્વ.રતીલાલ અમરસિંહભાઈ કાંજીયા (ઉ.વ.૮૧) તે ગીતાબેન જગદીશકુમાર ગોંડલીયા, હિનાબેન જયેશકુમાર બગથરીયા તથા અલ્કાબેન જીતેન્દ્રકુમાર ગોંડલીયાના પિતાશ્રી તથા સ્વ. ભગવાનજીભાઈ તથા નવલભાઈ મારૂના બનેવીનું અવસાન તા.૪ સોમવારના રોજ શ્રી કૃષ્ણધામ નિવાસી થયેલ છે. તેમનું ટેલિફોનિક બંને પક્ષનું બેસણું તા.૬ને ગુરૂવારે મો.નં. ૯૮૨૪૨ ૦૪૧૬૬, મો.૯૮૨૪૫ ૧૧૨૪૫, મો.૯૯૯૮૮ ૬૧૧૯૩ પર રાખેલ છે.

મંગળાબેન નાગલા

રાજકોટઃ  પ્રભાતભાઈ રાવતભાઈ નાગલાના માતુશ્રી તથા રોહિતભાઈ તથા નિકુંજભાઈના દાદી સ્વ.મંગળાબેન રાવતભાઈ નાગલા (ઉ.વ.૮૫) તા.૪ના રોજ રામચરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. કાથભાઈ નાગલા મો.૯૯૧૩૭ ૩૯૪૦૫, પ્રભાતભાઈ નાગલા મો.૯૯૦૯૫ ૫૪૫૩૫, રોહિતભાઈ નાગલા મો.૭૫૬૭૦ ૪૯૦૦૧, નિકુંજભાઈ મો.૮૩૪૭૦ ૭૨૨૧૨

મધુબેન ખખ્ખર

રાજકોટઃ મધુબેન કિશોરભાઈ ખખ્ખર (ઉ.વ. ૬૮) તે અમિતભાઈ, તેજસભાઈ, ધર્મિષ્ઠાબેનના માતુશ્રી તેમજ ચાંદનીબેન, સાક્ષીબેન તથા ચેતનકુમારના સાસુ તેમજ સ્વ. કલ્યાણજીભાઈ રૂગનાથભાઈ શિંગાળાના દીકરી તા. ૩૦ના શ્રીજીચરણ પામેલ છે. લૌકિકક્રિયા બંધ રાખેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

ઉર્મીલાબેન કવૈયા

રાજકોટઃ ઉર્મીલાબેન સુંદરજીભાઈ કવૈયા (ઉ.વ. ૭૭)નું તા. ૩ના અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનિક બેસણુ તા. ૬ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. રાજેશભાઈ મો. ૯૬૮૭૧ ૮૬૭૭૦, મહેશભાઈ મો. ૯૪૨૯૦ ૪૬૭૭૦

કિશોરભાઈ રાજાણી

રાજકોટઃ ત્રંબાઃ સ્વ. પોપટલાલ કલ્યાણજીભાઈ રાજાણીના પુત્ર કિશોરભાઈ પોપટભાઈ રાજાણી (ઉ.વ. ૮૧) તે રૂપેશભાઈના પિતાશ્રી તથા દિપાલી રમેશકુમાર અનડકટ તથા ડોલી વિજયભાઈ તથા મીતના દાદા તે ત્રંબાના હસમુખભાઈ કેશરીયાના ફુવાનું અવસાન થયેલ છે. ટેલીફોનિક બેસણુ તા. ૭ના ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૦૯૮ ૪૦૦૯૦ રૂપેશભાઈ

મંજૂલાબેન જોશી

કાલાવડ :.. નથુ તુલસી ઔદીચ્ય ગોહેલવાડી બ્રાહ્મણ સુરેશચંદ્ર લક્ષ્મીશંકર જોશીના ધર્મપત્ની મંજૂલાબેન (ઉ.વ.૭૬) તે સ્વ. લાભશંકરભાઇના નાના ભાઇના પત્ની, તેમજ કિશોરચંદ્ર અને સ્વ. ભાનુશંકરના ભાભી તથા સ્વ. નરશીદાસ વિઠલજીભાઇ વ્યાસના (કરમાણ કોટડાવાળા) ની પુત્રી તેમજ બકુલભાઇ, પરેશભાઇ, વંદનાબેન રાજેશભાઇ મહેતા, અને રેખાબેન નિખીલકુમાર દવેના માતુશ્રીનું તા. ૪ મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. ૬ ગુરૂવારના રોજ રાખેલ છે. બકુલભાઇ મો. ૯૯૦૯૬ ૦૦૯પ૦, પરેશભાઇ મો. ૯૪ર૭ર પ૭૯૬૦, રાજેશભાઇ મો. ૯૭ર૩૮ ૧૭પર૬, નિખીલકુમાર મો. ૯૯૭૪૬ ૯પ૯૯૩

નરેન્દ્રભાઇ ભટ્ટ

ગોંડલ : ઔદીચ્ય ગઢીયા બ્રાહ્મણ ગોંડલ નિવાસી, નરેન્દ્રભાઇ ભાઇશંકરભાઇ ભટ્ટ (કીરીટભાઇ -રીટાયર્ડ પોસ્ટ ડીવીઝન ગોંડલ) જે ભાવિકભાઇ ભટ્ટ (કોટક બેંક ગોંડલ), દક્ષાબેન વ્યાસ-પુના, અલ્પાબેન પંડયાના પિતા તથા નિલેશકુમાર વ્યાસ-પુના, રાજેનકુમાર પંડયા એસ.ટી. ડીવીઝન ગોંડલ, પુજાબેન ભટ્ટના સસરા, તથા સ્વ. મુકુંદભાઇ ભટ્ટ, સ્વ. યશવંતભાઇ ભટ્ટ (બટૂકભાઇ), પ્રવિણભાઇ ભટ્ટ (બાબુભાઇ), સ્વ. ભુપતભાઇ ભટ્ટ (વિનુભાઇ), સુરેશભાઇ ભટ્ટ -અમરેલી, સુધીરભાઇ ભટ્ટ, જયોતિબેન દેસાઇ રાજકોટ ના ભાઇ તા. ૩ નું અવસાન થયું છે. ટેલીફોનીક બેસણુ તા. ૬ ને ગુરૂવારના રોજ સમય ૪ થી ૬ રાખેલ છે. ભાવિકભાઇ ભટ્ટ મો. ૭૦૧૬૯ પપ૧પર, ૯૭રપ૦ ૦૪૬૭૭, દક્ષાબેન વ્યાસ મો. ૦૯૯ર૩ ૧૦૦૦૬ર, અલ્પાબેન પંડયા મો. ૮૯૮૦૭ રપ૪૮૯, પુજાબેન ભટ્ટ મો. ૯૭રપ૦ ૦૪ર૯૯

હિરાબેન ભટ્ટ

રાજકોટઃ મૂળ ગામ દેપાળિયા હાલ રાજકોટ નિવાસી ચા.મ.મો. બ્રાહ્મણ રમણીકભાઈ હરીશંકર ભટ્ટના ધર્મપત્ની હિરાબેન (ચંપાબેન) (ઉ.વ. ૮૦) તે મનિષભાઈ ભટ્ટ (એલઆઈસી રાજકોટ)ના માતુશ્રી તથા સ્વ. જુગતરામ હરીશંકર ભટ્ટના નાનાભાઈના પત્ની તથા લાભશંકર, હર્ષદરાય, દિનકરરાયના ભાભી તેમજ ગામ છતરના સ્વ. ચુનીલાલ જુઠારામ ત્રિવેદીના દિકરી તથા સ્વ. જયંતિભાઈ, ભાઈશંકરભાઈ, લાભશંકરભાઈના બહેન તા. ૪ના સ્વર્ગવાસી થયેલ છે. જેમનુ ટેલીફોનિક બેસણુ તા. ૬ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો. ૯૯૨૫૯ ૧૫૧૫૪, મો. ૬૩૫૫૯ ૯૦૯૪૦